Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરમ તૃમિ, ઔચિત્યપૂર્ણ વ્યવહાર શ્રેષ્ઠ કોટિની સમતા; વૈરાદિનો નાશ અને ઋતંભરા પ્રજ્ઞા : આ નિષ્પન્નયોગનાં ચિહ્નો છે – આ પ્રમાણે યોગાચાર્યોએ જણાવ્યું છે.
ઇન્દ્રિયોની ચપળતાને લોલુપતા કહેવાય છે. વિષયોની પાછળ દોડતી ઇન્દ્રિયો વિષયોની લોલુપતાને જણાવે છે. યોગીજનોમાં એવી લોલુપતા હોતી નથી. તેમનું શરીર રોગરહિત હોય છે. મન નિષ્ફર હોતું નથી. શરીર સુગંધી હોય છે. લઘુનીતિ અને વડીનીતિ અલ્પ હોય છે. શરીરની કાંતિ અને પ્રસન્નતા સુંદર હોય છે. સ્વરમાં સૌમ્યતા હોય છે. આ બધા ગુણો, યોગીઓના યોગની શરૂઆતમાં હોય છે. સર્વ જીવાદિના વિષયમાં એ યોગીઓનું ચિત્ત મૈત્રી વગેરે ભાવનાથી ભાવિત હોય છે. વિશિષ્ટ પુણ્યથી પ્રભાવવંતું અને ગમે તેવા દુઃખના પ્રસંગમાં વૈર્યવાળું ચિત્ત હોય છે. શીત-ઉષ્ણ, સુખ-દુઃખ કે માન-અપમાન.... ઇત્યાદિ વંદોમાં તેઓ પરાભવ પામતા નથી. યોગની સાધનામાં અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ સહજ રીતે તેમને થાય છે અને યોગના પ્રભાવે તેઓ લોકોમાં પ્રિય થતા હોય છે. તેમ જ યોગની સિદ્ધિ થવાથી તેઓના દોષો ક્ષીણ થાય છે; તેઓને પરમ તૃપ્તિ, ઔચિત્યપૂર્ણ યોગ અને અદ્ભુત સમતા પ્રાપ્ત થાય છે. તેમના વૈર-વિરોધાદિ નાશ પામે છે અને તેઓને ઋતંભરા પ્રજ્ઞા પ્રતિભજ્ઞાન) પ્રાપ્ત થાય છે.... આ બધાં લક્ષણો સિદ્ધ થયેલા યોગનાં છે. યોગાચાર્યોએ જણાવેલા એ ગુણો અહીં પણ સ્થિરાદષ્ટિની પ્રાપ્તિ પછી સહજ રીતે જ શરૂ થાય છે. યોગાચાર્યોએ જણાવેલા અલૌલ્ય વગેરે ગુણોનું વિસ્તારથી વર્ણન “યોગદષ્ટિ એક પરિશીલન”માં આ પૂર્વે કર્યું છે. જિજ્ઞાસુએ તે ત્યાંથી જાણી લેવું જોઈએ. ર૪-૭ll હવે છઠ્ઠી કાંતાદૃષ્ટિનું વર્ણન કરાય છે–
धारणा प्रीतयेऽन्येषां, कान्तायां नित्यदर्शनम् ।
नान्यमुत् स्थिरभावेन, मीमांसा च हितोदया ॥२४-८॥ धारणेति-कान्तायामुक्तरीत्या नित्यदर्शनं । तथा धारणा वक्ष्यमाणलक्षणा । अन्येषां प्रीतये भवति । तथा स्थिरभावेन नान्यमुद् नान्यत्र हर्षस्तदा तत्प्रतिभासाभावात् । हितोदया सम्यग्ज्ञानफला मीमांसा च સદ્ધિવાભિજા ભવતિ ર૪-૮
કાંતાદેષ્ટિમાં દર્શન નિત્ય હોય છે; અન્ય જનોને પ્રીતિ ઊપજે એવી ધારણા પ્રાપ્ત થાય છે. સ્થિરતાની પ્રાપ્તિ થયેલી હોવાથી અન્યમુદ્ નામનો દોષ નડતો નથી. તેમ જ હિતના ઉદયવાળી મીમાંસા પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સ્થિરાદષ્ટિમાં સૂક્ષ્મ બોધની પ્રાપ્તિ થવાથી ઉત્તરોત્તર સ્થિરતા વધતી હોવાથી કાંતાદૃષ્ટિમાં દર્શન નિત્ય હોય છે. તારાઓની પ્રભા જેવું એ દર્શન(બોધ) ક્યારે પણ મંદ બનતું નથી, સતત પ્રકાશે છે. કાંતાદૃષ્ટિમાં યોગનાં આઠ યમાદિ અંગોમાંથી છઠ્ઠા ધારણા
૧૦
સદ્દષ્ટિ બત્રીશી