Book Title: Duniyano Sauthi Prachin Dharm
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 10
________________ દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ દુખ થાય છે, તેમજ દરેક જીવને પણ દુઃખ થાય છે. આ કારણથી કોઈ પણ પ્રાણીને કદી ઇજા કરતા ના, કોઈ પણ જીવને દુઃખ દેતા ના, કોઈ પણું જીવને દુઃખી જોઈ આનંદ પામતા ના, અને કદીપણ તેને જીવ લેતા ના.” આ ધર્મની કીર્તિ ગાવામાં, આ ધર્મના ગુણ ગાવામાં અને એ ધર્મના ઉપકાર તળે દબાવામાં ઉંચ પંચંદ્ધિ મનુષ્યો જ એકલા સામેલ થયા છે એમ નથી, પણ મનુષ્ય સાથે મુગા પ્રાણીઓ જેવા કે ગાયો. ઘેટાંઓ, બકરા, મેંઢાઓ, મરઘીઓ, કબુતરે અને દરેક જીવતાં પ્રાણીઓ પોતાની મુંગી જીભ વડે સામેલ થાય છે; દુનિયામાં જૈન ધર્મજ ફક્ત એ ધર્મ છે કે જેણે લાખો ને કરડે વર્ષો સુધી વાચા વગરનાં મુમાં પ્રાણીઓ તરફથી કમર બાંધી તેમના બચાવ માટે બનતું કર્યું છે, એ ધર્મજ ફક્ત એ ધર્મ છે કે જેણે ગમે તેવા કાર્યમાં પછી તે શિકાર માટે, યજ્ઞમાટે, કે ખાવા માટે હોય તો પણ પ્રાણીઓના વધ સામે મજબુત અવાજ ઉઠાવ્યો છે ! એ ધર્મજ ફકત એ છે કે જેણે अहिंसा परमो धर्मः એ સિદ્ધાંત બરાબર પાળ્યો છે અને હજારો જીવોને બચાવવામાં એ સિદ્ધાંતને ઉપયોગ નિમક હલાલીથી કર્યો છે, અને એજ ધર્મના કારણે માણસખાઉ દુનિયાં થઈ જવાને બદલે દયામયી દુનિયાં થોડે અંશે પણ દેખવામાં આવે છે. એ જ કારણે યજ્ઞ અથવા તે એવા બીજા કોઈ પ્રસગે પણ પોતાના સિદ્ધાંતમાં જરાપણ ડગ્યા વગર જૈનો તરફથી કરડે વરસ સુધી એ સિદ્ધાંત બીન દેહશતે પાળવામાં આવ્યો છે. આ દયામયી ધર્મને ઉપદેશ બ્રાહ્મણું, વૈશ્યો કે શદ્રો તરફથી નહીં પણ ક્ષત્રીઓ તરફથી આપવામાં આવ્યો હતો. કેટલાક અજ્ઞાનો એવી રીતે જણાવે છે કે જૈનધર્મ વાણીઆ અથવા શ્રાવકોનો અથવા વૈષ્ણવોને ધર્મ છે; આવું બોલનારાઓ સાથે કેટલાક મૂર્ખ લકે જેડાઈ એ ધર્મની નિંદા કરવામાં ઉત્સાહ લે છે. પણ તેઓને ખબર નથી કે, એવું કહેવામાં તેઓની મોટી ભૂલ છે, કારણ કે તેઓએ પોતે એ ધર્મની પ્રાચિનતા અથવા સિદ્ધાંતે જાણવા દરકાર કરી નથી એટલું જ નહીં પણ મળેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 220