Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે દ્રવ્યનું આ શાસ્ત્રમાં વર્ણન કરવાનું છે તે દ્રવ્યના ઉપદેશક નિર્દોષ આપ્ત બતાવવાથી ગ્રંથની પ્રમાણિકતા સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૩ : દ્રવ્યના નામ માટે અહીં “જીવ-અજીવ” એ જ શબ્દો કેમ કહ્યા?
ઉત્તર : જીવ અને અજીવના યથાર્થ જ્ઞાન વિના સ્વભાવની સિદ્ધિ અસંભવ છે, તેથી પોતાને સ્વભાવ જાણવાનું પ્રજન “જીવ” શબ્દથી બતાવ્યું અને જેનાથી લક્ષ્ય હટાવવાનું છે તે સર્વને અજીવ શબ્દથી ઉલ્લેખ કર્યો.
પ્રશ્ન : મૂર્ત અને અમૂર્ત એ પ્રકારે પણ બે દ્રવ્ય કહ્યાં છે તે “મુત્તમમુ ” એમ કેમ ન કહ્યું?
ઉત્તર : મૂર્ત અમૂર્ત એમ કહેવાથી અમૂર્ત આત્મા તે મૂર્તથી જુદો જણાય છે પણ બીજા જે ચાર અમૂર્ત દ્રવ્ય તેમનાથી જુદો ભાસતું નથી તેથી કેવળ આત્માના ધ્યાનને માર્ગ બતાવવાના ઉદ્દેશથી રચવામાં આવેલા આ શાસ્ત્રમાં જીવ–અજીવ શબ્દને ઉપગ કરવામાં આવ્યો છે.
પ્રશ્ન પ : જીવ–આજીવમાં જીવને પહેલે કેમ કહ્યો ?
ઉત્તર : સમસ્ત દ્રવ્યમાં જીવ જ્ઞાતા હોવાને કારણે પ્રધાન છે તથા વક્તા-શ્રોતા સર્વ જીવો જ છે. વળી જીવ જ કલ્યાણની ભાવનાવાળો છે તેથી જીવને પહેલે કહ્યો.
પ્રશ્ન ૬ ઃ જીવ અને અજીવના લક્ષણ ક્યા ક્યા છે ?
ઉત્તર : જીવ અજીવ વિષે આ શાસ્ત્રમાં જ આગળ ઉપર વિસ્તારથી વર્ણન આવશે, તેથી તે વિષે અહીં નહીં કહેતા બીજી આવશ્યક વાત કહીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org