Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 14
________________ ગ નિરોધ સ્વરૂપ ધ્યાન કેવલી ભગવંતેને હોય છે. ચિત્તનો વિરોધ થઈ ગયે હોવાથી તેઓને ચિત્ત અવસ્થાનરૂપ ધ્યાન હેતું નથી. ધ્યાનાન્તર પછી ધ્યાન અવશ્ય હેય છે. તેથી ચિન્તા, ભાવના અને અનુપ્રક્ષાના અભ્યાસથી ધ્યાનની દીર્ઘકાળ સુધી સંતતિ-પરંપરા ચાલી શકે છે. પરંતુ એક જ વિષયમાં નિશ્ચલ ચિત્તવૃત્તિ અન્તર્મુહૂર્ત સુધી જ રહી શકે છે. આ કારણે ધ્યાન કાળ અંતર્મુહૂર્ત (૪૮ મિનિટની અંદર) જ કહ્યો છે. ત્યાર પછી વસ્તુ-વિષયના સંક્રમ (બદલવા) થી લાંબા કાળ સુધી ધ્યાનને પ્રવાહ ચાલી શકે છે. વસ્તુનો સંક્રમ આત્માગત કે પરગત હોઈ શકે છે. જેમકે :-અમંગતમાં મનવચન અને કાયા સંબંધિ સંક્રમ, અને...પરગતમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય સંબંધિ સંક્રમ સમજે. ધ્યાનના અધિકારી – ચિંતા–ભાવના પૂર્વકને સ્થિર અધ્યાય તે ધ્યાન. ધ્યાનની આ વ્યાખ્યામાં જ ગ્રંથકાર મહર્ષિએ ધ્યાનના યોગ્ય અધિકારીને નિર્દેશ પણ ગર્ભિત રીતે કર્યો છે. ચિન્તા અને ભાવનાનું વિશેષ સ્વરૂપ આગળ કહેવામાં આવશે. તે ઉપરથી ધ્યાનના યોગ્ય અધિકારી કેણ? એ વાત વધુ સ્પષ્ટ થશે. ગબિન્દુમાં પણ કહ્યું છે કે...ધ્યાન યુગની પૂર્વે અધ્યાત્મ અને ભાવનાગને સતત અભ્યાસ જરૂરી છે. ત્યાં અધ્યાત્મ અને ભાવનાનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે. આધ્યાત્મ –જિલ્લાર્ ત્રયુચ કરનાર્ તત્તિનનું " मैत्र्यादिसारमत्यन्त-मध्यात्म तद् विदेो विदुः ॥३५८॥ ઉચિત પ્રવૃત્તિથી યુક્ત, અણુવ્રત કે મહાવ્રતના ધારક, મૈથ્યાદિ ભાવનાઓથી અત્યંત ભાવિત બનેલા એવા વેગીનું આત્માદિ તત્વોનું શાક્ત ચિંતન એ અધ્યાત્મગ” છે. તથા પરમાત્માનું નામ સ્મરણ, જપ, દેવવંદન, પ્રતિક્રમણ, મૈત્રીપ્રમોદ-કરુણા અને માધ્યસ્થ ભાવના તેમજ આત્મ સંપ્રેક્ષણ વગેરેને પણ અધ્યાત્મ યુગ તરીકે નિર્દેશ કર્યો છે. ભાવના :-શમ્યાષવ વિય-પ્રત્યા કૃદ્ધિ-સંશતઃ | मनः-समाधि-संयुक्तः-पौनःपुन्येन भावना ॥३६५।। આ અધ્યાત્મ યંગનો જ નિત્ય-વારંવાર મનની સમાધિ પૂર્વક અભ્યાસ કરે એ ભાવના યુગ” છે; અધ્યાત્મ અને ભાવના કેગના સતત અભ્યાસ દ્વારા ધ્યાન કેગનું સામર્થ્ય પ્રગટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116