________________
તેનું ચિંતન એ દ્રવ્યથી બિંદુનું ધ્યાન કહી શકાય છે. અથવા ભાવથી બિન્દુના ધ્યાનમાં નિમિત્ત કારણ રૂપ બનનાર બિંદુને પણ... “દ્રવ્ય બિંદુ” ધ્યાન કહી શકાય છે.
(૨) ભાવ બિન્દુ - જે સ્થિર પરિણામ (અધ્યવસાય) વડે આત્મા ઉપર રહેલા કર્મો ઝરી જાય–નાશ પામી જાય તે સ્થિર અધ્યવસાયને ભાવથી બિન્દુ ધ્યાન કહેવાય છે.
પૂર્વોક્ત દયાન, શૂન્ય, કલા અને જ્યોતિ ધ્યાનને સતત અભ્યાસ થવાથી આત્માના પરિણામ એકદમ સ્થિર અને શાંત બને છે. ત્યારે...આત્માના અસંખ્યાત પ્રદેશો ઉપર અનાદિ કાળથી જમા થઈને રહેલા “જ્ઞાનાવરણીય આદિ કર્મો ખરી પડે છે.
નિબિડ અને ગાઢ રીતે જે કર્મો આત્મા સાથે સેટેલા હોય છે. તે ઢીલા–પચા અને શિથિલ બનવાથી તરત ઉદયમાં આવી ભોગવવા ગ્ય બને છે. લાંબાકાળે ઉદયમાં આવી પિતાનું ફળ આપનારા કર્મો પણ ધ્યાનાગ્નિના પ્રબળ તાપથી થીજેલા ઘીની જેમ પીગળવા લાગે છે અને થોડી જ વારમાં જળ બિન્દુની જેમ પ્રવાહી તરલ બને છે.
જે શુભ અને સ્થિર પરિણામ વિશેષથી ઘનીભૂત કર્મો ઓગળી જાય છે. તે સ્થિર પરિણામને જ “ભાવ બિન્દુ ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે.
મંત્ર દૃષ્ટિએ “બિન્દુનું ધ્યાન, સ્વરૂપ અને મહત્ત્વ – મંત્ર શાસ્ત્રોમાં બિન્દુ નું અત્યંત મહત્વ બતાવવામાં આવ્યું છે. બિ” પ્રાણી માત્રના નાસાગ્ર ભાગ ઉપર વિદ્યમાન હોય છે. તેમજ સર્વ વર્ણોના મસ્તક ઉપર પણું વ્યવસ્થિત રહે છે.
» ર મ આદિ મૂળ મંત્રોમાં પણ દૃ કારાદિ અક્ષરે ઉપર જળ બિન્દુ સદશ વર્તુલાકારે સ્થિત હોય છે, જે બિન્દુનું ધ્યાન રોગી પુરૂષે કરતા હોય છે. સર્વ પ્રાણીઓને આ બિન્દુનું ધ્યાન અનુક્રમે મેક્ષફળ આપનાર થાય છે. વનિની દૃષ્ટિએ બિન્દુ - - મંત્રચ્ચાર વખતે અનુસ્વાર-ડુતના ઉચ્ચારણ પછી જે અનંતર દવનિ (રણકાર) ઉત્પન્ન થાય છે, તેને “બિન્દુ” કહેવાય છે. અર્થાત્ બિન્દુનું ઉચ્ચારણ રણકાર સ્વરૂપ છે. મ આદિ સ્તુત અક્ષરોના ઉચ્ચારણ પછી તેને પ્રારંભ થાય છે.
કઈ મંત્રનું આલેખન અત્યંતર પરિકર (નાદ–બિન્દુ-કલા) સહિત કરવામાં આવે છે ત્યારે તે બીજા કાર ઉદ્દીપ્ત થાય છે અને ઈષ્ટ ક્રિયાનું જનક (સાધક) બને છે. બિન્દુ અને નાદના સંગ વિના મંત્ર માત્ર વર્ણને સમૂહ જ બની રહે છે.
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org