Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 112
________________ પૂજાના ચાર પ્રકાર જિનાગમ માં ચાર પ્રકારની પૂજા કહેલી છે. (1) પુષ્પ પૂજા (૨)નેવેદ્ય (આમિષ) પૂજા (૩) સ્તોત્રપૂજ (૪) પ્રતિપત્તિપૂજા પ્રથમના બે ભેદ દ્રવ્ય પૂજાના છે. અને પછીના બે ભેદ ભાવ પૂજના છે. ભાવપૂજા “પ્રતિપત્તિ રૂપ હોય છે. ગુણથાનકની દૃષ્ટિએ પૂજા સમ્યગૃષ્ટિ જેને પ્રથમની ૩ પૂજા (હેય છે) અને દેશવિરતિધરોને ચારે પૂજા હોય છે. સરગી સર્વવિરતિધરને (૬ થી ૧૦ ગુણસ્થાનક સુધી) સ્તોત્ર અને પ્રતિપત્તિ બે પૂજા હોય છે અને વિતરાગદશામાં એટલે કે ૧૧, ૧૨, અને ૧૩માં ગુણસ્થાનકમાં પ્રતિપત્તિ પૂજા હોય છે. આ ચારે પૂજાઓ અનુક્રમે ઉત્તરોત્તર વિશેષ વિશુદ્ધિવાળી હોય છે. ભાવપૂજા (નમસ્કાર)એ “પ્રતિપત્તિ” રૂપ છે. પ્રતિપત્તિ પૂજાનું તાત્પર્ય પ્રતિપત્તિ એટલે આપ્તપુરૂષના વચનનું વિકલપણે પાલન કરવું. પરમાત્માની આજ્ઞાનું પરિપૂર્ણ પાલન વીતરાગને જ હોય છે. ઉપશાંત મોત, શીશુમેહ અને સયોગી કેવલી આત્માને સંયમની ઉત્કૃષ્ટ સાધના કરવા દ્વારા વિશુદ્ધ ધ્યાનની શ્રેણીમાં સ્થિત હોય છે અને સગી તેના દ્વારા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનારા હેય છે, આવી ઉત્કૃષ્ટકેટીની આત્મશુદ્ધિ અકસમાત પ્રાપ્ત થતી નથી. પરંતુ સંયમ અને ધ્યાનાદિના સતત અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. એ જ કારણે દેશવિરતિ અને સરાગસંયમીને પણ ધ્યાના દિવસે અનુક્રમે જે ઉત્તરોત્તર આત્મવિશુદ્ધિ હોય છે તેને પણ “પ્રતિપત્તિ પૂજા” કહેવાય છે. પદધ્યાનમાં પંચપરમેષ્ઠિઓનું ધ્યાન કરવાનું હોય છે. તે પરમાત્માની આજ્ઞા પાલનરૂપ હોવાથી ભાવન મસ્કાર છે. અને તે ભાવનમસ્કાર પ્રતિપત્તિ પૂજા સ્વરૂપ છે. કહ્યું પણ છે કે – સર્વ પૂજાઓમાં ભાવપૂજા પ્રધાન છે અને તે પ્રતિપત્તિ રૂપ છે. પ્રથમની બે પૂજામાં દ્રવ્ય સંકેચ, તેત્રમાં વાણી અને મનને સંકેચ અને પ્રતિપત્તિમાં મનને અને ભાવને સંકેચ હોય છે. ૨ માવપૂજ્ઞા પ્રધાન-વાત, તસ્ય પ્રતિપત્તિ પરંવાતું (લલિત વિસ્તરા) ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116