Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 113
________________ આ રીતે “મા” પદ સર્વ પ્રકારની પૂજાઓનો દ્યોતક હોવાથી ધ્યાન રૂ૫ પ્રતિપત્તિ પૂજાનું પણ સૂચક છે. આ દષ્ટિએ “નમસ્કાર મહામંત્ર” માં પણ ગર્ભિતરૂપે ધ્યાનનું સૂચન છે એમ સિદ્ધ થાય છે. પદ ધ્યાનમાં પાંચપરમેષ્ઠિઓનું સ્થાન હોવાથી, તેને નવકારમંત્રનું જ ધ્યાન કહી શકાય છે. કારણ કે પદધ્યાન અને નવકારમંત્ર એ બંનેમાં પદાર્થ વતુરૂપે પંચપરમેષ્ઠિઓ જ રહેલા છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચપરમેષ્ઠિઓ એ નવકારની પાંચ વસ્તુ છે. તે ગુણમય લેવાથી મૂર્તિમાન ગુણો જેવા છે તેથી જ સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયની જેમ તે અરિહતાદિ, ગુણથી અને અત્યંત પૂજનીય છે. નમકરણીય છે. આ પાંચ વસ્તુને નમસ્કાર કરવા પાછળ મુખ્ય પાંચ હેતુઓ રહેલા છે તે આ પ્રમાણે– भग्गा अविप्पणासा आयारे विणयया सहायत्त । पंचविह नमुक्कार, करेमि एएहि हेऊहिं ।। શ્રી અરિહંત પરમાત્માએ રત્નત્રય રૂ૫ મોક્ષમાર્ગના ઉપદેશદાતા છે અને સ્વયં મે ક્ષમાર્ગના હેતુ છે, તેથી તેઓ નમસ્કરણીય છે. શ્રી સિદ્ધ ભગવંતે મોક્ષમાર્ગની આરાધનાના ફળરૂપે અવિનાશીપણું પ્રાપ્ત કરે છે. તથા તેની સર્વથા પ્રતીતિ કરાવનાર હોવાથી તથા પૂર્ણ ગુણમય અને સર્વથા કૃતાર્થે હોવાથી પૂજ્ય છે. - આચાર્ય મહારાજ આચારને ઉપદેશ આપે છે. સૂત્રપાઠ આપનાર ઉપાધ્યાય મહારાજ વિનયગુણ શિખવાડે છે અને આચારવંત, વિનયવંત સાધુ મહારાજ મોક્ષ સાધનામાં સહાયક બને છે. આ હેતુસર તેઓ પૂજ્ય છે. અરિહંતાદિ પાંચે સમ્યગ્ગદર્શનાદિ ગુણની પૂજાના સ્વર્ગ તથા અપવર્ગ આદિ ફલના નિમિત્ત બને છે તેથી તેઓ નમસ્કરણીય છે. આ રીતે માર્ગ, અવિનાશી પણ, આચાર, વિનય અને સહાયકતા એ પાંચ કારણે માટે પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવાનું છે. એટલે કે પાંચ પરમેષ્ઠિઓના અનુગ્રહથી જ જીવનમાં મોક્ષમાર્ગ, આચારપાલનતા, વિનયસંપન્નતા અને સહાયકતા (પરાર્થ કરણ) ગુણે પ્રાપ્ત થતાં અને ઉત્તરોત્તર વિકાસ પામતા અનુક્રમે સાથ૫૪અવિનાશી પદ પ્રાપ્ત થાય છે. ૧૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116