Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 111
________________ (૩) લબ્ધિ – સુમધ્યાન માટે મતિજ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષયે પશમ તે અત્યંત જરૂરી છે જ, પણ સાથે ચારિત્ર મોહનીય ક્ષય પશમ પણ અપેક્ષિત છે. અર્થાત ભાવ નમસ્કારની જેમ ભાવ ધ્યાનમાં પણ “લબ્ધિએ પ્રધાન કારણ છે. ભાવ નમસ્કાર (સમ્યક્ત્વ)ની પ્રાપ્તિવિના વરતુતઃ શુભધ્યાનને પ્રારંભ થતો નથી, અર્થાત્ ભાવનમસ્કાર એ ધ્યાનનું મૂળ કારણ છે. નિક્ષેપ – ભાવનમસ્કારની જેમ ભાવ ધ્યાન પણ બે પ્રકારનું છે. (૧) આગમથી અને (૨) ને આગમથી. આગમની અપેક્ષાએ ભાવ ધ્યાન, ધ્યાનના અર્થને જાણનાર તેમજ ઉપગવાળો આત્મા છે. અને તે આગમની અપેક્ષાએ ભાવ ધ્યાન ઉપયોગયુક્ત દયાનની ચિન્તનાત્મક ક્રિયા (ઉપગવાળું થાન). પદ અને પદાર્થ – “નમ પા અને પદયાનનો શબ્દાર્થ–ભાવાર્થ વિચારતા બનેની કથંચિત્ એક્તા તુલ્યતા જણાઈ આવે છે. નમ પૂજા અર્થમાં છે. પૂજાના મુખ્ય બે પ્રકાર છે. (૧) દ્રવ્યપૂજા (૨) ભાવપૂજા (૧) દ્રવ્યપૂજામાં કાયા અને વાણીનો સંકોચ હોય છે. (૨) ભાવપૂજામાં મનને સંકેચ હોય છે, અર્થાત્ અરિહન્તાદિના ગુણોમાં મનને (સ્થાપિત) એકાગ્ર બનાવવાનું હોય છે. તેથી તેને “ભાવસંકેચ' કહેવાય છે. ભાવ (પૂજા) નમસ્કારની પ્રાપ્તિ અત્યન્ત દુર્લભ હોય છે. તાવથી સાચે નમસ્કાર પણ તે જ છે. * લલિત વિસ્તરા” ગ્રન્થમાં ભાવનમસ્કારની મહત્તા અને વ્યાખ્યા વિશદ્ રીતે બતાવવામાં આવી છે. ધર્મ પ્રશંસા આદિ બીજાધાન વગેરેથી તે અનુક્રમે સિદ્ધ થાય છે. શક્રસ્તવમાં સૌ પ્રથમ “નમુલ્થળ” નમસ્કાર થાઓ.” આ પ્રાર્થનામક નમસ્કાર કરવા પાછળ સાધક ભક્તામાને એજ ભાવ (શુભ ઉદ્દેશ) છે કે વર્તમાનમાં પરમાત્માને ભાવનમસ્કાર કરી શકે એવું સામર્થ્ય તે મારામાં નથી. પણ ઇરછા પૂરેપૂરી છે. તેથી જ પ્રભુકૃપાના પ્રભાવે જ મારે આ ઈછાયેગનો નમસ્કાર ભાવિમાં ભાવનમસ્કાર કરવાનું સામર્થ્ય બક્ષનાર અવશ્ય બની રહેશે. ભાવનમસ્કારના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિગેરે અનેક ભેદ હોય છે. નામાદિ ચાર નમસ્કારના ન્યુનાધિક શુદ્ધિની અપેક્ષાએ અનેક ભેદ પડે છે. ભાવ નમસ્કારને પરમ પ્રકર્ષ વીતરાગ દશાને પ્રાપ્ત થયેલા ઉત્તમ આત્માઓને હોય છે. (તીર્થંકર પરમાત્મા “નામે તિસ્થસ્સ” પદને ઉચ્ચાર આચાર પાલન માટે જ કરે છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116