________________
(૪) “અક્ષરવલય'માં ૩ થી સુધીના બાવન અક્ષરોને ન્યાસ કરવામાં આવે છે. આ બાવન અક્ષરોમાંથી અવાજ આદિ કઈ પણ એક અક્ષરના આલંબનથી પણ ધ્યાન કરી શકાય છે.
આ બાવન અક્ષરોને વર્ણમાલા વર્ણમાતૃકા સિદ્ધમાતૃકા વિગેરે નામથી ઓળખવામાં આવે છે.
માતૃકાનો પ્રત્યેક અક્ષર મંત્રાક્ષર રૂ૫ છે. શ્રતજ્ઞાન સ્વરૂપ છે. વાચ્ય અને વાચકભાવથી રહિત છે. તેના આલંબનથી “નાદાનુસંધાન'ની પ્રક્રિયા પણ અત્યંત સુગમાં અને સરળ બની રહે છે.
આ વર્ણમાલુકા-વર્ણમાળા એ અનાદિ સંસિદ્ધ અને સિદ્ધાન્ત પ્રસિદ્ધ છે. અનાદિ સંસિદ્ધ છે. એટલે કે તેના બનાવનાર કેઈ નથી. તે શાશ્વત અને સ્વયંભૂ છે. માતૃકાએ જ્ઞાનશક્તિને પ્રસાદ છે. એટલે કે આત્માની જ્ઞાનશક્તિ છે. આ દષ્ટિએ અક્ષરો (વણે) એ માતૃકાનો દેહ છે. અને માતૃકા (જ્ઞાનશક્તિ) તે દેહમાં રહેલ અંતરાત્મા છે.
માતૃકા રૂપ જ્ઞાનશક્તિનું ઉદ્દબોધન કરનાર વૈખરી, મધ્યમા, પશ્યક્તિ અને પરા આ ચ ૨ પ્રકારની વાણી છે. તેથી આ ચારે પ્રકારની વાણીઓને પણ ઉપચારથી માતૃકા કહેવાય છે.
ખરી આદિ માતૃકાએ પ્રવાહથી અનાદિ છે.
પટેચારરૂપ વૈખરી, શ્રતજ્ઞાને પગરૂપ મધ્યમા અયે ક્ષયપશમ લબ્ધિરૂપ પશ્યક્તિ એ સર્વ અનિત્ય હોવા છતાં પ્રવાહની અપેક્ષાએ તે અનાદિ છે, એટલે કે વિવિધ જેમાં તે સદા વિદ્યમાન હોય છે.
મંત્રવાદીઓ પણ માતૃકા-વર્ણવ્યાસને ઘણું જ મહત્વ આપે છે.
સર્વ પ્રકારની મંત્ર-જાપાદિની સાધનામાં માતૃકાના-લિપિના ન્યાસ વિના જે કાંઈ કરવામાં આવે તે સર્વ નિષ્ફળ જાય છે. માટે સર્વ સાધકોએ મંત્ર-જપાદિમાં વર્ણ માતૃકાને ન્યાસ અવશ્ય કરવો જોઈએ.
શ્રુતજ્ઞાનમાં અક્ષરની પ્રઘાનતા છે. તે અક્ષર સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યાક્ષર એમ ત્રણ પ્રકારના છે. તેમાં સંજ્ઞાક્ષરને (બ્રાહ્મીલિપિને) શ્રી ભગવતીસૂત્રમાં પણ “નનો મીu fસ્ટવી” એ પદદ્વારા નમસ્કાર કરવામાં આવેલ છે.
બ્રાહ્મી લીપિ-વર્ણવલી એ દ્રવ્યસ્ત છે, અને તે ભાવકૃતનું કારણ છે. શ્રી તીર્થકર ભગવંતે અને ગણધર-કેવલી ભગવંતો પણ આ વર્ણવલીવડે જ ધર્મદેશના આપી સમગ્ર વિશ્વને પાવન બનાવે છે, ભવ્યજીને મોક્ષને માર્ગ બતાવે છે. -1 यत्पदानि पविताणि समालम्ब्य विधीयते ।
तत्पदस्थ समास्यात, ज्यान' सिद्धांतपारगैः ।। १ ॥
७२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org