Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 88
________________ (૮) તીર્થંકર પિતૃવલય - મૂલ :- તુર્વિશતિ તીર્થર પિતૃવચમ્ | અર્થ :- આ આઠમું વલય એવીશ તીર્થંકર પરમાત્માના પિતાનું છે, વિવેચન :- આ વલયમાં ૨૪ તીર્થંકર ભગવંતેના પિતાના નામાક્ષને ન્યાસ કરવામાં આવે છે. તીર્થંકર પરમાત્મા ત્રણે લોકોને વંદનીય પૂજનીય હોવાથી તેમના માતા-પિતા પણ ત્રણે જગતને વંદનીય હોય છે. તીર્થકર ભગવંતેની જન્મભૂમિ દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણભૂમિ પણ તીર્થસ્વરૂપ કહેવાય છે. દેવ-દાનવ-માનવ સહુને આદર્શરૂપ ને આલંબનભૂત બને છે. તે આવા પુત્રરતનની ભેટ આપનાર જન્મદાતા માતા-પિતા કેમ વંદનીય ન હોય ? અર્થાત્ હોય જ. સંતાનની સાચી ઓળખ માતા-પિતાના નામથી પણ થાય છે. આદિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી આ નામની જેમજ “નાભિપુત્ર”, વામાનંદન, ત્રિશલાસ, સિદ્ધાર્થનંદન, એવા માતા-પિતાના નામ સાથે પુત્રવાચિ શબ્દોને જોડવાથી તીર્થકર પરમાત્માઓના નામો તૈયાર થાય છે અને તેવા પ્રયોગો શાસ્ત્રોમાં કાવ્યોમાં અને વ્યવહારમાં પણ પ્રસિદ્ધ છે આ સર્વનામ પણ ત્રણેકના જીવાત્માઓને આનંદ-મંગલ આપનાર થાય છે. તેમજ સર્વપાને નાશ કરવામાં વિદનની વેલડીઓને કાપવામાં અને સર્વસંપત્તિ પ્રદાનમાં હેતુ બને છે. ત્રણે જગતને અને ગૃહસ્થજીવનમાં તીર્થંકર પરમાત્માને પણ વંદનીય એવા તેમના પિતાઓનું સમરણચિંતન પણ મંગલકારી હોવાથી પ્રસ્તુત વલયમાં તેમના નામાક્ષરોને ન્યાસ કરવાનું વિધાન છે. (૯) તીર્થંકર નામાક્ષર વલય : મૂલ :- અતીતા-રાપર-વર્તમાન માવતીર્થ નામાક્ષર વઢવમ્ અર્થ :- નવમા વલયમાં ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાલની ચોવીશીઓના ભાવતીર્થંકરોના નામોના અક્ષરાની સ્થાપના કરવામાં આવે છે. ૨૪ તીર્થકરેના પિતાઓના નામ :(૧) નાભિરાજા (૨) જિતશત્રુ (૩) જિતારી (૪) સંવર (૫) મેઘ (૬) ઘર (૭) પ્રતિષ્ઠા (૮) મહાસેન (૯) સુગ્રીવ (૧૦) દઢરથ (૧૧) વિષ્ણુરાના (૧૨) વસુપૂજ્ય (૧૩) કૃતવર્મા (૧૪) સિંહસેન (૧૫) ભાનુ (૧૬) વિશ્વસેન (૧૭) સૂર (૧૮) સુદર્શન (૧૯) કુંભ (૨૦) સુમિત્ર (૩૧) વિજય (૨૨) સમુદ્રવિજય (૨૩) અશ્વસેન (૨૪) સિદ્ધાર્થ. ૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116