Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 97
________________ (૧૭) સથાપના ચૈત્ય વલય - मूळ :- असंख्यात शाश्वतेतर स्थापनाई त्चैत्य वलयम् ॥ અર્થ - સત્તરમાં વલયમાં અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત સ્થાપના અરિહરતે અર્થાત્ જિનપ્રતિમાઓની ( ની) સંખ્યાને ન્યાસ કરવાનો હોય છે. વિવેચન - જિનશાસનમાં “ચૈત્યને અત્યંત મહત્વભર્યું સ્થાન-માન આપવામાં આવ્યું છે. બરો” રૂઢાર્થ છે, જિનપ્રતિમા, જિનમંદિર અને વ્યુત્પત્તિ અર્થ છે જેનાથી અન્તઃકરણમાં (શુભ) ભાવ થાય. શ્રી અરિહંત પરમાત્માની સૌમ્યમૂતિ કે તેમનું શિલ્પકળા સમૃદ્ધ મંદિર એ આપણા ચિત્તમાં ઉત્તમ સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરે છે. તેથી તેને મૈત્ય કહેવાય છે. પ્રસ્તુત વલડમાં ત્રણે લોકમાં રહેલા અસંખ્ય શાશ્વત અને અશાશ્વત સ્થાપના અરિહંત અર્થાત્ જિનમૂર્તિ અને જિનમંદિરની સંખ્યાને ન્યાસ કરવાનું સૂચન છે. - મૂલ પંક્તિમાં “સંખ્યાને ઉલ્લેખ નથી થયે છતાં સંખ્યાના નિર્દેશ વિના અસંખ્ય યોને ન્યાસ વલયાકાર કરવાનુ બીજી કઈ રીતે શકય ન હોવાથી તથા આ પછીના ચારે વલમાં સંખ્યા ન્યાસને નિર્દેશ હોવાથી અહીં પણ રત્યસંખ્યાને ન્યાસ હોવો જોઈએ એમ અનુમાન કરી શકાય છે. જિનમૂર્તિનું મહાસ્ય - આ વિષમકાળમાં ભવ્યાત્માઓને જિનબિંબ અને જિનાગમને જ મુખ્ય આધાર છે. તેના આલંબનથી જ મોક્ષમાર્ગની આરાધના થાય છે. જિનશ્વર પરમાત્માના સાક્ષાત દર્શન-વંદન જેટલે જ આનંદ અને લાભ જિનમૂના દર્શન-વંદનથી ભક્તાત્માને થાય છે. પ્રભુના નામ સ્મરણ દ્વારા મનમાં પ્રભુનું સાનિધ્ય થાય છે. તેમ તેમનું રૂપ (મૂર્તિ) જેવાથી હૃદયમાં તેનું પ્રતિબિંબ પડે છે. અને તન, મન, નયન આનંદ અને ભાલાસથી મલકી ઉઠે છે નામ અને સ્થાપના દ્વારા પરમાત્માની ભક્તિ ઉપાસના થાય છે. નામ એ પ્રભુને મંત્રાત્મક દેહ છે. તેના આલંબનથી પદસ્થધ્યાન થાય છે. પ્રભુપ્રતિમાએ સાક્ષાત્ પરમાત્મા તુલ્ય છે, તેના આલંબનથી “રૂપસ્થ ધ્યાન થાય છે. અને તેના સતત અભ્યાસથી “રૂપાતીત ધ્યાન સુધી પહોંચી શકાય છે. મૂતિ એ પરમાત્માની સાકારમુદ્રા છે. સાકાર વડે નિરાકારને બંધ થાય છે. નિરાકાર પિતાને આત્મા છે. તેને બંધ થવાથી અનામતવ જડ પદાર્થો તરફનું આકર્ષણ શમી જાય છે. તેનું નામ વૈરાગ્ય છે. અને આત્મતત્વ તરફનું આકર્ષણ વધી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116