Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 105
________________ નમસ્કાર મહામંત્ર એ જિનશાસનને સાર છે. ચૌદ પૂર્વને ઉદ્ધાર છે, સર્વ મંત્ર તંત્ર, અને વિદ્યાઓને ભંડાર છે, ઈત્યાદિ નવકારમંત્રનું જે મહાગ્ય આગમગ્રન્થો વિગેરેમાં બતાવેલું છે, તે સર્વ પદધ્યાનમાં પણ ઘટી જાય છે. પ્રસ્તુતમાં આગમ, ગ, ધ્યાન, મંત્ર અને યંત્રની દષ્ટિએ પરમેષ્ઠિ નમસ્કારનું મહામ્ય વિચારવાથી પર ધ્યાનનું મહત્વ પણ ખ્યાલમાં આવશે. આગમ દૃષ્ટિએ પરમેષ્ઠિ નવકારનું મહાત્મ્ય આગમ ગ્રામ પરમેષ્ઠિ નવકાર મહામંત્રને પંચમંગલ મહાશ્રુતસ્કંધ તરીકે ઓળખાવવામાં આવે છે. કારણ કે તે તલમાં તેલ, કમળમાં મકરંદ, અને સર્વલોકમાં પંચાસ્તિકાયની જેમ સર્વ આગમમાં વ્યાપીને રહેલો છે. સર્વ આગમનું આદિ પદ છે. તેથી સર્વ સૂત્રોની આદિમાં પણ તે અવશ્ય હોય છે. અગ્નિ વગેરેના ભય વખતે, કણ, કપાસ આદિ બધું છોડીને જેમ કિંમતી રત્નને ગ્રહણ કરવામાં આવે છે, દુશ્મનોના હુમલા વખતે તલવાર આદિ સામાન્ય શસ્ત્રો છોડીને શક્તિ” આદિ અમેઘ શસ્ત્રનો જ ઉપયોગ કરાય છે. તેમ શ્રત કેવલી મહાપુરૂષે પણ મરણ સમયે દ્વાદશાંગશ્રુતને છોડીને તેનું જ એક સ્મરણ કરે છે. તેથી નવકારમંત્ર એ દ્વાદશાંગને અર્થ, રહસ્ય અથવા સાર છે. સમગ્ર દ્વાદશાંગીના ચિંતન-મનનથી જેવી આત્મવિશુદ્ધિ મેળવી શકાય છે. તેવી જ આત્મવિશુદ્ધિ ભાવપૂર્વકના નમસ્કારમંત્રની આરાધનથી પણ પ્રાપ્ત થઈ શકે છે. આ “નમસ્કાર મંત્રએ યથાર્થ ક્રિયાનુવાદ, અદભૂત ગુણકીર્તન સ્વરૂપ, તથા યથેચ્છ ફળ પ્રસાધક પરમ તુતિવાદ રૂપ છે. પરમ-ઉત્કૃષ્ટ સ્તુતિ જગતમાં જે સર્વોતમ હેય તેની જ કરવી જોઈએ. સમગ્ર જગતમાં ઉત્તમત્તમ કે ઉત્તમ આત્મા જે કઈ થઈ ગયા, જે કઈ થાય છે, કે જે કંઈ થશે. તે સર્વ અરિહંતાદિ પાંચ જ છે, તે સિવાય બીજા કોઈ નથી. તે પાંચ છે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ..! પંચમંગલ મહાગ્રુતસ્કંધ એ પરમતુતિ–પરમભક્તિ સ્વરૂપ છે. અને ભક્તિ-વિનય એ સર્વ સમ્યગ્ર આચારનું–ગુણોનું મૂળ છે. તેથી સર્વ પ્રકારના સદનુષ્ઠાનોમાં પણ વ્યાપકરૂપે આ નવકાર અવશ્ય હોય જ છે. પરમેષ્ઠિની ભક્તિ-સેવા વિના કોઈ પણ સમ્યગૂ આચાર કે ગુણની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકતી જ નથી. માટે ગુણના અથી આત્માએ સૌ પ્રથમ પરમેષ્ઠિઓને વિનય કરવો જોઈએ. કાયિક, વાચિક, અને માનસિક નમસ્કાર રૂપ નવકારમંત્રદ્વારા સર્વ પાપોનો ક્ષય અને સર્વ પ્રકારના પુણ્યને સંચય અવશય થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116