Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 104
________________ ૦ “સિદ્ધાણું બુદ્ધાયું” સૂત્રમાં સર્વ સિદધ પરમાત્માઓને તથા વર્તમાન વીશીના તીર્થંકર પરમાત્માઓને તેમના કલ્યાણક ભૂમિના નામ-ઠામના નિર્દેશ સાથે વંદન અને તુતિ કરવામાં આવે છે. વૈચ્યાવચ્ચ.” સૂત્ર દ્વારા વૈયાવૃત્યકર સર્વ સમ્યગૂદષ્ટિ દેવેનું સ્મરણ કરાય છે. ધ્યાનનું ફળ – આ રીતે ૨૪ વલયોથી વેષ્ટિત રવઆમાનું ધ્યાન કરવાથી તે બધા સાથે આત્મિયતાને ભાવ પેદા થાય છે. જેમ દેહ અને તેના સંબંધીઓનું સતત ચિંતન-સ્મરણ થવાથી આમ તે દેહ અને તેના સંબંધીઓ સાથે એકતા અનુભવે છે. અર્થાત્ દેહ એજ હું છું અને બધા ધન સ્વજનાદિ મારા છે. એવી અભેદ બુદ્ધિ કરે છે. એ રીતે તીર્થંકર પરમાત્માનું ધ્યાન તેમની સાથે એકતાને અનુભવ કરાવે છે. અર્થાત્ હું જ પરમાત્મા છું એવું આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે અને તેમના પરિવાર રૂપ તીર્થ (ચતુર્વિધ સંધ આદિ) એ જ આત્માના હિતકારી સંબંધીઓ છે. તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર એ જ સાચી આત્મ સંપત્તિ છે એવી પ્રતીતિ કરાવે છે. (૨૧) પદ ધ્યાન :मूलः-पद द्रव्यतो लौकिकं राजादि ५, लोकोत्तरभाचार्यादि ५, भावतः पञ्जानां परमेष्ठिपदानां ध्यानम् ॥ २१ ।। અર્થ :- પદ-દ્રવ્યથી “પદ” લૌકિક રાજા આદિ (મંત્રી, કેષાધ્યક્ષ, સેનાપતિ, પુરોહિત) પાંચ પદવીઓ છે. લોકેત્તર પદ આચાર્યાદિ (ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાયછેદક, સ્થવિર) પાંચ પદવીઓ છે. અને પંચ પરમેષ્ઠિઓનું ધ્યાન કરવું તે ભાવથી પર છે. વિવેચન :- પંચ પરમેષ્ઠિ પદનાં થાનને “પદ ધ્યાન” કહેવાય છે. પરમમાત્રામાં ૨૪ વલદ્વારા ધ્યાનને ત્રિભુવનવિષય વ્યાપી બનાવવાની પ્રક્રિયાને નિર્દેશ કર્યા પછી, “પદ ધ્યાનમાં દયાનને ક્રમશઃ સૂક્ષમ, સૂક્ષમતર બનાવવાની પ્રક્રિયા બતાવવામાં આવે છે. માત્રા પરમમાત્રા ધ્યાનના સર્વ શ્રેય પદાર્થોને સંક્ષેપ પાંચ પરમેષ્ઠિઓમાં થયેલ હોવાથી અહીં પાંચ પરમેષ્ઠિ પદોનાં ધ્યાનને “પદ ધ્યાનરૂપે ઓળખાવવામાં આવે છે. પદ ધ્યાનમાં સર્વ પ્રકારના આચાર, ધ્યાનયોગ, તથા સર્વ પ્રકારના મંત્રો તથા વિદ્યાઓને સંગ્રહ થયેલ છે. કેમકે પદ ધ્યાનમાં થેયરૂપે પંચપરમેષ્ઠિ હોવાથી તે નમસ્કાર મહામંત્ર સ્વરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116