Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 108
________________ તથા જે ભવાટવીમાં સાર્થવાહ, ભવસમુદ્રમાં નિમક અને છકાય જીવોના રક્ષક હોવાથી મહાગો” ના યથાર્થ બિરૂને ધરનારા છે. ઈનિદ્રય, વિષય. કષાય, પરિષહ, વેદના, ઉપસર્ગ, રાગ, દ્વેષ, મેહ અને કર્મ આદિ ભાવશત્રુઓને હણનારા છે. જિતનારા છે. સર્વજ્ઞ, સર્વશી અને અચિત્ય શક્તિસંપન છે. જેમનું શારીરિક રૂપ-સૌદર્થ અને બલ પરાક્રમ દે અને ઈદ્રોના રૂપ બલથી પણ ચડિયાતું હોય છે. જેમની વાણી વિશિષ્ટ પ્રકારના પાંત્રીશ ગુણોથી યુક્ત છે. સમગ્ર જગતના છના કલ્યાણ માટે જ ધર્મ-તીર્થની સ્થાપના કરનારા અને કેવળ પોપકારમય જીવન જીવનારા હોય છે. જગતની કઈ દેવશક્તિ કે કેઈ નવી શક્તિ પણ જેમની (શ્રી તીર્થંકર પરમાત્માની) તુલના કરવા સમર્થ બની શકતી નથી. જે ત્રણે ભુવનના લેકના સ્વામી છે. ગુરૂ છે, માતા છે, પિતા અને બંધુ છે. સર્વહિતાર અને સર્વ સુખકર છે. તે જ અરિહંત પરમાત્મા છે (૨) સિદ્ધિપદ - જેમને અનુપમ, અક્ષય અને અવ્યાબાધ સુખ સિદ્ધ થાય છે. ' અર્થાત્ જેમના સર્વ પ્રજને પરિપૂર્ણ થયા છે, જેઓ સર્વથા કૃતકૃત્ય છે. આઠે કર્મના સંપૂર્ણ ક્ષયથી અવિનાશી સિદ્ધિ પદને પ્રાપ્ત થયેલા છે. અવિનાશી અનંતજ્ઞાન, દર્શન અને ચરિત્ર આદિ ગુણેથી યુક્ત છે. તેથી જ ભવ્યજીને અતિશય પ્રમોદ ઉત્પન્ન કરનારા છે. જેમના મરણ, ચિંતન અને ધ્યાનથી ભવ્યને ગુણસમુદાયની પ્રાપ્તિ થાય છે. જે સ્વયં પરમમંગલ સ્વરૂપવાળા હોવાથી તેમનું ધ્યાન કરનાર ભવ્યાત્માને પણ મંગળસ્વરૂપ બનાવનારા છે. જે અજર અમર અને અસંગ છે, જન્મ મરણાદિના સર્વ બંધનેથી વિમુક્ત બનેલા છે. અને સદાકાળ શાશ્વત અવ્યાબાધ સુ અને અનુભવનારા હોય છે. " (૩) આચાર્ય પદ - જેઓ જ્ઞાનાદિ આચારોને અહર્નિશ-પ્રતિપળ આચરનારા છે. અને ઉપદેશદાનાદિ દ્વારા ભવ્યજીને આચારપાલન કરાવનારા છે. બીજાના અને પિતાના આત્માનું એકાંતે હિત આચરનારા છે. પ્રાણના ભાગે પણ પૃથ્વીકાયાદિ સમારંભને ત્રણ કરણ અને ત્રણ ગવડે જેઓ આચરતા નથી. કોઈ કોપ કરે કે કોઈ પૂજા કરે તે પણ રાગદ્વેષને આધીન ન બનતાં બંને તરફ સમવૃત્તિ-સમતાભાવ ધરનારા છે. તે જ્ઞાનાદિ આચારના ઉપદેશક હેવાથી જે ભવ્યજીવોના ઉપકારી છે. નમસ્કરણીય અને પૂજનીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116