Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 87
________________ લૌકિક વ્યવહારમાં પુત્રે માત્ર પોતાના માતા-પિતા કુટુમ્બ વિગેરેનું પાલન રક્ષણ વિગેરે કરતા હોય છે માટે તેની માતા માત્ર પિતાના પુત્રની જ માતા કહેવાય છે. જ્યારે તીર્થંકર પરમાત્મા જ એક એવી લોકોત્તર વ્યક્તિ છે કે જે સર્વનું હિત કરે છે, પાલન કરે છે. અને રક્ષણ કરે છે માટે તેમની માતા “જગતમાતા” કહેવાય છે. પિતૃવલયથી પ્રથમ માતૃવલયનું વિધાન પણ “માતુપદની પ્રધાનતાને જ સૂચવે છે. ૧ મનુસ્મૃતિમાં પણ “માતા”ને હજાર પિતા બરાબર કહી છે, તેથી પણ એટલે કે હજાર પિતા કરતાં પણ વધુ ઉપકારીણી ગણાવી છે. તીર્થંકર માતા અને પુત્રની પરસ્પર અવલોકન યુકત આ મુદ્રાને સૂચિત કરતા કેટલાક શિલ્પ અને ચિત્રપટ આબુ દેલવાડા કે રાણકપુર જેવા શિ૯૫સમૃદ્ધ જિનાલમાં અને પ્રાચીન હસ્તપ્રતોમાં આજે પણ જોવા મળે છે. તેથી એ સાબિત થાય છે કે આ સ્થાન ક્રિયા પણ અત્યંત ઉપયોગી છે. સાક્ષાત્ તીર્થકરોના ન્યાસ-સ્મરણ પહેલા તેમના માતા પિતાનું ન્યાસ મરણ કરવાનું વિધાન પણ મહત્વભર્યું છે. ધ્યાન સાધનામાં બીજા બીજા અનેક ઉપગી અને સાથે માતા-પિતા પ્રત્યેની અતિ પણ ઉપગી અંગ છે. તીર્થંકર પરમાત્મા જેવા પરમ લોકેત્તર અનુત્તર યોગી પુરૂષે પણ માતા-પિતાને પરમ વિનય ઔચિત્ય કરતા હોય છે. આસન ઉપકારી માતા પિતા પ્રતિ કૃતજ્ઞભાવ વ્યકત કરવો એ આત્મસાધક મુમુક્ષુનું પણ પ્રથમ કર્તવ્ય છે. ત્યાંથી જ વિકાસને પ્રારંભ થાય છે. આ સ્થાન પ્રક્રિયાના ફળરૂપે વાત્સલ્ય અને ભક્તિના ગુણની પ્રાપ્તિ સાથે સાધક પુરૂષને સ્ત્રી જાતિ પ્રતિ માતૃવત્ ભાવની અને સાધક સ્ત્રીને પુરૂષ જાતિ પ્રતિ (પિતૃવત્ ભાવ) પુત્રવત્ ભાવની લાગણી સહજ સિદ્ધ થાય છે. આ પ્રક્રિયાથી કામશત્રુ ઉપર સરલતાથી વિજય પ્રાપ્ત કરી શકવાનું બળ પ્રગટે છે. જીવરાશિ પ્રત્યે સ્નેહભાવ અને ગુણીજને પ્રતિ પ્રમોદભાવ સહજ રીતે ઉત્પન્ન થાય છે. १ उपाध्याय दशाचार्यो, आचार्यानाम् शतां पिता, સાણં તુ વિતુર્માતા, જૌ નાગરિજયતે (મનુસ્મૃતિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116