________________
આ સાતે કક્ષાઓમાં પસાર થતી વખતે ક્રમશઃ અસંખ્યાત ગુણીનિર્જરા થાય છે. તેથી આ માના જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિ સદગુણો પણ ઉત્તરોત્તર અધિક પ્રકર્ષ–વૃદ્ધિ પામતાં જાય છે.
દ્વિતીય ગુણશ્રેણિની પણ અવાન્તર ત્રણ ગુણશ્રેણિ હોય છે. (૧) દેશ વિરતિ ધર્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા (૨) દેશ વિરતિ ધર્મની પ્રાપ્તિ. (૩) દેશ વિરતિ ધર્મની પ્રાપ્તિ પછીની અવસ્થા.
એ જ રીતે તૃતીય ગુણ એણિમાં (૧) સવ વિરતિ ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા. (૨) તેની પ્રાપ્તિ અને...(૩) તદૃવસ્થા એમ અવાન્તર ત્રણ પ્રકારની ગુણ શ્રેણિ હોય છે. ચતુર્થ ગુણ શ્રેણિમાં – (૧) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભની વિસાજના (ક્ષય) કરવાની ઇરછા. (૨) તેને ક્ષય અને...ક્ષય પછીની અવસ્થા પાંચમી ગુણશ્રેણિમાં - (૧) દર્શન મેહ (દર્શન-ત્રિક) ને ખપાવવાની ઈચ્છા (૨) તેનું ક્ષપણ અને.(૩) ક્ષય પછીની અવસ્થા. છઠ્ઠી ગુણશ્રેણિમાં - શેષ મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિએના ઉપશમનો પ્રારંભ થાય છે. તે મેહ ઉપશામક અવસ્થા કહેવાય છે. સાતમી ગુણ શ્રેણિમાં - ઉપર મુજબની મેહનીય કર્મની ૨૧ પ્રકૃતિએ ઉપશાંત થાય છે. તેને “ઉપશાંત મહ” અવસ્થા કહે છે. આઠમી ગુણશ્રેણિમાં – શેષ મહનીયની ૨૧ પ્રકૃતિના ક્ષયનો પ્રારંભ થાય છે તે. મેહ ક્ષ પક અવસ્થા કહેવાય છે. નવમી ગુણશ્રેણિમાં - એ જ શેષ મોહનીયની પ્રકૃતિનો અર્થાત મેહને સર્વથા ક્ષય થાય છે. તેને “ક્ષીણ મેહ અવસ્થા” કહેવાય છે.
આ પ્રમાણે છદ્મસ્થ અવસ્થામાં એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિની પહેલાં પ્રત્યેક આત્માએ ઉપરોક્ત ગુણશ્રેણિઓ નિશ્ચલ ધ્યાનની ઉત્તરોત્તર ઊંચી-ઊંચી ભૂમિકા અવશ્ય પ્રાપ્ત કરવી પડે છે. અને તેમાં પ્રથમ ભૂમિકામાં આવવા માટે પૂર્વોક્ત સાત અવાંતર ગુણશ્રેણિએ. ધ્યાનની ભૂમિકાઓ પણ અવશ્ય સિદ્ધ કરવી પડે છે.
ધ્યાનની નિશ્ચલતા કેળવવા માટે કે નિશ્ચલ ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂર્વે બતાવેલા ધ્યાન-પરમ દયાન, શૂન્ય-પરમ શૂન્ય આદિ ધ્યાનને સતત અભ્યાસ કરે જરૂરી બની રહે છે.
ગુણશ્રેણિમાં કર્મ ક્ષયને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેથી જે કમ દક્ષિકઔધો લાંબા કાળે ઉદયમાં આવવાના હોય છે, તેને નીચેની ભેગવાતી ચાલુ સ્થિતિમાં પ્રક્ષેપ કરીને અપકાળમાં ભોગવી લેવામાં આવે તેને ગુણશ્રેણિ કહેવાય છે.
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org