Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 69
________________ પ્રથમ અને દ્વિતીય શરણમાં અરિહંત અને સિદ્ધ આ બે પરમેષ્ઠીઓની ભક્તિ થાય છે, તૃતીય શરણમાં આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુપદની ઉપાસના રહેલી છે, ચતુર્થશરણ-કેવલી પ્રરૂપિત ધર્મમાં સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ પદની પણ ઉપાસના અન્તભૂત છે. કાયોત્સર્ગ માં પણ ઉપરોકત તો-પદો જ ધ્યેયરૂપ હોય છે, તેથી જ પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓમાં કાર્યોત્સર્ગ કરતી વખતે “લોગસ્સ અને નવકારમંત્ર” ગણવાનું વિધાન છે. લેગસસૂત્રમાં અરિહંત અને સિદ્ધ પરમાત્માના નામનું મરણ થાય છે અને શ્રી નવકાર મહામંત્રમાં પાંચ પરમેષ્ઠીઓનું સ્મરણ થાય છે. લેગસસૂત્ર “ઉદ્યોતકર અને નામસ્તવ” આ બે નામથી પણ ઓળખાય છે. તેના અવલંબનથી “લય” ઉપન્ન થાય છે. સંપૂર્ણલોકમાં સર્વતઃ ઉદ્યોત કરનારાઓનું નામસ્મરણ પણ સાધકજનોના હદયમાં જ્ઞાન ઉદ્યોત પ્રગટાવે છે. પરમાત્માનું નામસ્મરણ એ શરણુગમન સ્વરૂપ જ છે. કાયોત્સર્ગમાં “લોગસ કે નવકારમંત્રના સ્મરણ અને ધ્યાન દ્વારા પરમાત્માની સંપૂર્ણ શુદ્ધતાનું જ સ્મરણ અને ધ્યાન થાય છે. અને જેમનામાં સંપૂર્ણ શુદ્ધતા પ્રગટેલી છે તેમના સ્મરણ અને ધ્યાનવડે જ ધ્યાતાને પોતાના આત્માની સંપૂર્ણ શુદ્ધતાનું સ્મરણ અને ધ્યાન થાય છે. આત્મા આત્માવડે આત્મામાં–આત્મસ્વભાવમાં લીન-તમય બને છે. તેને જ પરમાલય કહે છે. પરંતુ તેની ભૂમિકાની પ્રાપ્તિ ચતુ શરણના પ્રકૃષ્ટ પરિણામ–ભાવથી જ થાય છે. શ્રી અરિહંતાદિના સ્મરણ-શરણથી તેમનામાં રહેલા શુદ્ધધર્મનું આદર-બહુમાન થાય છે, તેથી શરણાગત સાધકમાં પણ તે જ શુદ્ધધર્મ પ્રગટે છે. પરંતુ અરિહંતાદિનું આલંબન લીધા સિવાય કેઈપણ આત્મા પોતાના શુદ્ધધર્મને-સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી જે પરમાત્મવરૂપના જ્ઞાન વિના આત્મતત્વમાં સ્થિતિ (સ્થિરતા) થતી નથી, અને જે પરમાત્મસ્વરૂપને જાણીને મુનિઓ વડે તે જ સ્વરૂપના વૈભવને પ્રાપ્ત કરાય છે. માટે મુમુક્ષુ સાધકેએ તે પરમાત્મસ્વરૂપને જ સૌ પ્રથમ જાણવું જોઈએ અને અન્યનું શરણ-આલંબન છોડી, તેમાં જ અંતરાત્માને સ્થાપિત કરી તેનું જ ધ્યાન કરતા રહેવું જોઈએ. પરમાત્મસ્વરૂપનું ચિંતન : જે વાણને અગોચર છે, તથા અવ્યક્ત, અનંત, અજ, જન્મ-મરણના બ્રમણથી રહિત શબ્દાતીત અને નિર્વિકલ્પ છે તેવા પરમાત્માનું જ ચિન્તન કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116