Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 26
________________ - જિનેશ્વર પ્રભુની આરા વડે સત્યનું ભાવન (જ્ઞાન) થાય છે. અર્થાત પ્રભુની આજ્ઞા અનેકાંત-સ્યાદ્વાદ જ્ઞાન સ્વરૂપ છે. ૦ જિનાજ્ઞા સર્વોત્તમ છે, તેથી તે...અનર્થ—અમૂલ્ય છે. ૦ જિનાજ્ઞા સર્વકર્મોને નાશ કરનારી છે. જે કર્મોને ખપાવતાં અજ્ઞાનીને પૂર્વ કેડ વરસ લાગે છે, તે કમેનાં પુજને જિનેશ્વર પ્રભુની આજ્ઞા મુજબ ત્રણ ગુપ્તિનું પાલન કરનાર જ્ઞાની મુનિ શ્વાસોશ્વાસ જેટલા અલ્પ કાળમાં પણ ખપાવી નાખે છે. ૦ જિનાજ્ઞા અર્થની અપેક્ષાએ અનંત છે. જિનનું એક–એક વચન પણ અનંત અર્થ યુક્ત હોય છે. અથવા જિનાજ્ઞા અમૃત સમાન મધુર અને હિતકર છે. જિનાજ્ઞા અપરાજિત છે. જૈન દર્શન અન્ય કોઈ દર્શનેથી કદાપિ પરાજિત થતું નથી. ત્રણે લોકમાં સર્વત્ર એ વિજયવંત છે. ૦ જિનાજ્ઞા મહાન અર્થવાળી છે. અથવા મહાપુરૂષના હૃદયમાં સ્થિત છે કે મહાપુરૂષને પણ સર્વદા પૂજનીય છે. ૦ જિનાજ્ઞાને જાણનારા અને પાલન કરનારા પુરૂષે મહાન સામર્થ્યવાળા હોય છે. વૈદ પૂર્વધર-મહર્ષિએ સર્વ લબ્ધિઓથી સંપન્ન હોય છે, મહાન કાર્યને કરનારા હોય છે. ૦ જિનાર સર્વવ્યાદિનું જ્ઞાન કરાવે છે, તેથી તે મહાન-વિશાલ વિષયવાળી છે. - જિનાજ્ઞા સર્વથા સર્વ દોષથી રહિત છે-નિરવદ્ય છે. ૦ જિનાજ્ઞા સામાન્ય બુદ્ધિવાળા છે માટે દુહ્ય છે. જિનાજ્ઞા (આગમ) નય, ગમ, ભંગ અને પ્રમાણાદિ વડે અતિગંભીર મહાન અર્થવાળી છે. આ રીતે જિનાજ્ઞાનું મહત્ત્વ એકાગ્ર ચિત્તે વિચારવું તે આજ્ઞાવિચય ધ્યાન છે. ૦ જિનારા અત્યંત ગંભીર, વ્યાપક, સૂક્ષ્મ અને ગહન છે. એને મહિમા અને પ્રભુત્વ ત્રણે ભુવનમાં સર્વત્ર-સર્વદા વિદ્યમાન છે. - આપણા જેવા મંદ મતિવાળા અને મંદ પુણ્યવાળા જીવને ગીતાર્થ–મહાજ્ઞાની ગુરૂઓના વિરહથી કે તેવા પ્રકારના હેતુ દષ્ટાને આદિના અભાવે કે જ્ઞાનાવરણીયકર્મના પ્રબળ ઉદયે કદાચ આ જિનાજ્ઞાના સંપૂર્ણ રહસ્ય સ્પષ્ટ ન સમજાય કે ન જણાય તે છતાં જે તેના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તેનું ચિંતન-ધ્યાન અને પાલન કરવામાં આવે તે અવર્ણ આત્મહિત સાધી શકાય છે. કારણ કે જિનેશ્વર પરમાત્મા ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116