Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 28
________________ ક્ષમા-નમ્રતા આદિ દૈવી ગુણેને નાશ કરી આત્માને અધમ અને પામર બનાવનાર આ કષાય છે. કષાયોને આધીન બનેલાઓના જીવનમાં મીઠાશ નહીં પણ કડવાશ જ વ્યાપેલી હોય છે. એવાઓને સંગ અને સંગાથ પણ બીજા લેકને ગમતું નથી, હિતકારી બનતું નથી. (૩) મિથ્યાત્વની કુરતા – સર્વ દેને કે સર્વ પાપને સિરદાર મિથ્યાત્વ-અજ્ઞાન છે, મોહ છે. પિતાની જાતનું (આત્માનું) ભાન ભૂલાવી, પરમાં સ્વની બ્રાંતિ કરાવી દીર્ઘકાળ સુધી ભયારણ્યમાં રખડાવનાર મહ છે. રાગાદિ કે ક્રોધાદિ દેશે કરતાં પણ...મિથ્યાત્વ મેહ વધુ ભયાનક છે. હિત-અહિત, સ્વ–પર ગુણદોષ કે જડ ચેતનને ભેદ પણું....અજ્ઞાની મિથ્યામતિ જી કરી શકતા નથી. (૪) અવિરત : હિંસા, જૂઠ, ચોરી, લેગ અને પરિગ્રહ આદિ પાપનું સેવન એ અવિરતિ છે - તેનાથી પ્રેરાયેલા છે સ્વજન, પરિવારાદિના પણ.....વધ, બંધન અને ઘાત કરતા અચકાતા નથી આદિ આ લોકમાં જે અતિનિદનીય ગણાય તેવા હિંસાદિ કર્મો કરે છે. અને... પરલોકમાં અતિ દારૂણ નરકાદિની વેદનાઓના ભોગ બને છે. (૫) આશ્રવ : કાયિકાદિ ક્રિયાથી ઉપાર્જન કરેલા અશુભ કર્મોના ગે છોને ચતુર્ગતિમય સંસારમાં રખડવું પડે છે, મહાન અનર્થો, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત બની અત્યંત કરુણા જનક દુખે ભોગવવા પડે છે. આ રીતે અપ્રમત્ત મુનિ અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિના દુઃખથી ઘેરાયેલા છેવનાં અપાય રાગાદિ દોષનું કરૂણા સભર હૃદયથી જે ચિંતન કરે છે તે... અપાય વિચય ધર્મધ્યાન કહેવાય છે. (૩) વિપાક વિચય - કર્મોના વિપાક-પરિણામનું ચિંતન કરવું તે... “વિપાક વિચય છે. જેમકે –મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને મન-વચન કાયાદિથી સજન થયેલાં કર્મો જીવને અશુભ ફળ આપનાર છે. તેના પ્રકૃતિ-સ્થિતિ અનુભાગ અને પ્રદેશ એવા મુખ્ય ચાર પ્રકાર છે. તે કર્મો જયારે ઉદયમાં આવે છે ત્યારે...જીવને કેવા-કેવા ભયાનક દુઃખે ભેગવવા પડે છે, તેને વિચાર આ ધ્યાનમાં કરવાનું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116