Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 42
________________ પર “ગુણસ્થાન ક્રમારોહ પ્રકરણની વૃત્તિમાં કુંડલિનીને (કલાને) “પ્રાણશક્તિ' તરીકે ઓળખાવી છે. બીજા પણ દર્શનકારો આ કુંડલીનીને જુદા-જુદા નામથી ઓળખાવે છે. માહેશ્વર તેને “શક્તિ” કહે છે. સાંખે તેને “પરા પ્રકૃતિ” કહે છે. સૂર્યના ઉપાસકે તેને “મહારાણી” નામ આપે છે બૌદ્ધો તેને “તારા” કહે છે. આમ પ્રત્યેક દર્શનકારોએ કુંડલિની શક્તિને માન્ય કરી, તેનાં ઉર્વગમનની પ્રક્રિયાને અપનાવી છે, અને ઉપદેશી છે. કુંડલિનીનું સ્વરૂપ જૈન ગ્રામ પણ કુંડલિની શક્તિનો નિર્દેશ ઘણે ઠેકાણે જોવા મળે છે. તેમાંના કેટલાંક નિદેશો અહીં નેધવામાં આવે છે. તે આ પ્રમાણે છે. (૧) જે યોગીશ્વરએ ધ્યાનના અભ્યાસની પરાકાષ્ટાથી પવન સહિત ચિત્તને નિરોધ કરીને, અને...એ રીતે માનસિક વિક્ષેપને દૂર કરીને સહજ અને નિરૂપમ એવા આનંદથી ભરપુર રસવાળા સ્વાનુભવ રૂપ પ્રબોધને પ્રાપ્ત કરેલ છે. તેઓ વડે સ્વાધીન પવનથી બ્રહ્મરબંને પુરીને, જેનાં સ્વરૂપનું ધ્યાન “કડલિનીમાં કરાય છે, તે અચિન્ય મહિમાવાળા, સર્વજ્ઞ પરમ–પુરૂષ પરમાત્મા જય પામે છે. આ રીતે કુણ્ડલિનીને ઉલેખ “સર્વજ્ઞાષ્ટક માં પૂજ્ય મુનિ સુંદરસૂરીશ્વરજી મહારાજે સર્વજ્ઞ પરમાત્માની રતુતિમાં કરેલો છે. (૨) શ્રી સિદ્ધસેનસૂરિ વિરચિત “સિદ્ધ માતૃકાભિધ ધર્મપ્રકરણ” માં કુણ્ડલિની અંગે આ રીતે નિર્દેશ છે. લોકને નવતત્વ (જ્ઞાનરૂપે) આપે છે, નવ પ્રકારના જીવોની અસ્તિતા-સત્તાને સમજાવે છે. નવા પ્રકારના પાપ કારણેને સમૂહને નાશ કરે છે. તેથી આ કુણ્ડલિની શક્તિને ગુણવાન પુરૂષ “ભલિ” કહે છે. | સર્પ, બીજાંકુર અને વિઘની આકૃતિઓથી જાણે પાતાલ લેક, મત્ય લેક, અને સ્વર્ગલોકને ધારણ કરતી હોય તેવી આ પરાશક્તિ કુણ્ડલિની જણાય છે. તે “ભલિ” એ નામથી બાળકે વડે બારાખડીની પહેલાં વારંવાર લખાય છે. હે ભલે! ભલે ! કુડલિની ! જ્યારે તું જડતારૂપ અંધકારનો નાશ કરે છે ત્યારે તું તારી અદૂભુત એવી મહાભૂતોના ગુણરૂપ લક્ષમી આપે છે, અને સાથે સાથે સનાતન એવું જ્ઞાનધન પણ આપે છે. (૩) શ્રી વિનયચન્દ્રસૂરિ કૃત “કાવ્યશિક્ષા” માં મળતા કુડલિનીને નિર્દેશ: ભલિ નામે વિશ્રત જે પરમ શક્તિ છે તે આદ્યશક્તિ છે. પરાભગવતી છે. કુન્તાકૃતિને ધારણ કરનાર છે, તેનું રેખા અથવા કુડલિની રૂપે વર્ણન કરવામાં આવે છે. તે શ્લોક ૫૪ ૩૧ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116