Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 16
________________ આત્મ તુલથ દષ્ટિથી જૂવે, પિતાના સ્વરૂપથી કદાપિ ચલિત ન થાય, એટલે કે પિતાના લક્ષ્ય વિશે નિશ્ચલ રહે, શીત, ઉષ્ણ, વાયુ, તડકામાં વિગેરેમાં વ્યાકુલ-ખિન્ન ન થાય, અમરપદ-મોક્ષના અનન્ય સાધનરૂપ ગામૃતને પિપાસુ હોય, રાગ, દ્વેષ, મહાદિ દેથી ઘેરાયેલે ન હોય, ધાદિ કષાયથી કલુષિત ન હોય, મન આત્માને આધીન હેય, સર્વ કાર્યોમાં અલિપ્ત રહેતે હોય, કામ ભેગથી વિરકત હોય, પિતાના શરીર વિશે પણ સ્પૃહા વાળ ન હોય. સંગરૂપ શીતલ સરોવરમાં ઝીલનાર હોય, શત્રુ મિત્ર સુવર્ણ પાષાણ નિંદાસ્તુતિ કે માન-અપમાન આદિમાં સર્વત્ર “સમભાવ” રાખતો હાય, રાજા કે રંક બંને ઉપર એક સરખી કલ્યાણની કામનાવાળે હેય, સંસારી-દુઃખી જે પ્રત્યે કરુણાવાળે હોય, સંસારિક સુખોથી વિમુખ હય, પરિષહ ઉપસર્ગ વખતે પર્વતની જેમ નિષ્પકંપ રહી શકે. ચન્દ્રમાની જેમ લેકને આનંદદાયી હોય, અને પવનની જેમ જે નિસંગ હોય એજ પ્રશસ્ત બુદ્ધિવાળો સાધક ધ્યાન માટે યોગ્ય અધિકારી છે.” ઉપરોકત બતાવેલા લક્ષણોથી એ સમજી શકાય છે કે ધ્યાન ગની પ્રાપ્તિ માટે તેની પૂર્વ સેવા ભૂમિકા પણ કેટલી વિશુદ્ધ હોવી જરૂરી છે. અને તેથી જ ધ્યાન પહેલાં સૌ પ્રથમ અધ્યાત્મ અને ભાવનાગને સતત અભ્યાસ જીવનમાં હવે જરૂરી છે. એજ ધ્યાનની વાસ્તવિક પૂર્વ ભૂમિકા છે. ધ્યાનના પ્રકારો :– ધ્યાનના જે વશ ભેદ પૂર્વે બતાવી ગયા એમને પ્રથમ ભેદ ધ્યાન તેનું સ્વરૂપ અને તેના પેટા ભેદ બતાવે છે. મૂલ – થરા અર્થ :–ધ્યાનના મુખ્ય બે ભેદ ૧. દ્રવ્ય ધ્યાન અને ૨. ભાવ ધ્યાન દ્રવ્ય ધ્યાનનાં પણ બે પ્રકાર છે. એક છે. આ ધ્યાન અને બીજું રૌદ્રધ્યાન છે. આ બંને ધ્યાન અશુભ હોવાથી ત્યાજ્ય છે. શુભ ધ્યાનનું વરૂપ વર્ણવતાં પહેલાં અશુભ ધ્યાનનું સ્વરૂપ બતાવવા પાછળ એજ પ્ર જન છે કે....અશુભ ધ્યાનને દૂર કર્યા વિના શુભ ધ્યાનને પ્રારંભ થઈ શકતું નથી. જેમ વસ્ત્રની મલિનતા દૂર કર્યા વિના નવરંગ એની ઉપર ચઢતે નથી. માટે જ પ્રથમ મેલ દૂર કરીને વસ્ત્રને સ્વચ્છ બનાવવામાં આવે છે. એજ રીતે...અશુભ ધ્યાનથી મલિન બનેલા મનને સૌ પ્રથમ નિર્મળ બનાવવું જરૂરી છે. મનને જેવાં શુભ કે અશુભ નિમિત્ત મળે છે, તેવું શુભ કે અશુભ ચિંતન મનમાં ઉત્પન્ન થાય છે. અશુભ ચિંતન અને અશુભ ભાવના અશુભ ધ્યાનને ઉત્પન્ન કરે છે. શુભ ચિંતન અને શુભ ભાવના શુભ ધ્યાનને ઉત્પન્ન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116