Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 18
________________ (૪) નિદાન ચિંતન : કોઈપણ પુણ્ય કાર્ય કે ધર્મ અનુષ્ઠાનાદિ કરવા સાથે અજ્ઞાનવશ બની ભૌતિક સુખ સમૃદ્ધિ, રૂપ કે બળ વિગેરે ની ઈચ્છા રાખવી કે તેની યાચના કરવી, અર્થાત્ મને આવા પ્રકારની સુંદર રૂપ-લદ્દમી-સત્તા કે સંપત્તિ પ્રાપ્ત થાઓ એ સંકલ્પ કરવો તે...નિદાન ચિંતન રૂપ આર્તધ્યાન છે. આ રીતે માત્ર પોતાના જ સુખ-દુઃખની ચિન્તા-વિચારણું અથવા વિષય સુખને રાગ અને દુઃખને દ્વેષ એ આર્તધ્યાન છે. આ ધ્યાનમાં કૃષ્ણ–નીલ અને કાપિત લેડ્યા હેય છે. પણ તે રૌદ્રધ્યાનની અપેક્ષાએ મંદ હોય છે અર્થાત તે રૌદ્રધ્યાન જેવી તીવ્ર માત્રામાં નથી હોતી. આત ધ્યાનના ચિન્હ : આત ધ્યાનમાં વર્તતા જીવની બાહ્ય આંતર પરિસ્થિતિ કેવા પ્રકારની હોય છે, તે ઓળખવા માટે શાસ્ત્રકારોએ તેના અનેક ચિન્હ બતાવ્યા છે. (૧) અકબ્દ -મોટા શબ્દ પૂર્વક જોરથી રૂદન કરવું હલક ભરી ભરીને રડવું. (૨) શેક :-ઈટને વિયાગ થવાથી એકદમ દીનતા અનુભવવી અશુપૂર્ણયને શેક કરે. (૩) પરિદેવન :-વારંવાર કઠોર કટુ વાણે બલવી. (૪) તાડન :- છાતી કે મસ્તક આદિ કુટવું-પછાડવું. પિતાને પ્રાપ્ત થયેલા રૂપ, સૌભાગ્ય, સંપત્તિ આદિમાં અસંતોષ રાખવો. ગમે તેટલું મળે છતાં અધુરાશ ન્યુનતા લાગવી અને બીજાના રૂપ, સૌભાગ્ય, સંપત્તિ આદિ જોઈ ઈર્ષા અદેખાઈ ધારણ કરવી એની ઈચ્છા આકાંક્ષા રાખવી. (૬) વિષયેની આસક્તિ, સધર્મ વિમુખતા, પ્રમાદ બહુલતા અધિકતા અને જિનાગમ નિરપેક્ષ પ્રવૃત્તિ એ આર્તધ્યાનની પ્રબળતાના સૂચક લક્ષણે છે. જગતનું બધું સુખ મને જ મળો, અને મારું બધું દુઃખ ટળે” આવી સ્વાર્થ ભરપૂર વિચારણા ચિન્તા એ આર્તધ્યાન છે. આર્તધ્યાન કેને હોઈ શકે? આવા પ્રકારનું આધ્યાન મિથ્યાષ્ટિ અવિરત સમ્યગદષ્ટિ દેશવિરતિ અને પ્રમાદ નિષ્ઠ મુનિને પણ હોઈ શકે છે. સર્વ પ્રકારના પ્રમાદનું મૂળ આર્તધ્યાન છે. અને તે તિયય ગતિનું કારણ છે. માટે સર્વ કઈ મુમુક્ષુ સાધકે એ આર્તધ્યાનને દૂર કરવા પ્રબળ પુરૂષાર્થ કરે જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116