________________
[ ૩૮ ]
શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લો. સગ અગિયારમે.
મિત્ર હંસ! આ તે તારે મારા પ્રત્યેનો કે આદરભાવ? મિત્રધર્મને યોગ્ય તારી આ મારા પ્રત્યેની કઈ જાતની સેવાવૃત્તિ ? ખરેખર કોઈપણ સદ્ભાગ્યને કારણે મારી મદદને માટે જ હંસના બહાનાથી અકારણ બંધુ એ તું અહીં આવી ચડ્યો છે. મેઘરાજ આપમેળે વરસે છે અને સૂર્ય સ્વયમેવ તપે જ છે. જગતમાં પરોપકારપણું અન્યની પ્રાર્થનાની અપેક્ષા રાખતું જ નથી. હે હંસ ! તારા કાર્યની સિદ્ધિ થાઓ. તારે માર્ગ નિર્વિઘ બને. નિર્મળ હાસ્યવાળી દમયંતીને જોઈને અમને તું વિસરી જઈશ નહિ.” આ પ્રમાણે રાજા બેલી રહ્યો એટલે હંસીની રજા લઈને અને પિતાના કિરવર્ગને આદેશ આપીને લાખો હંસપક્ષીઓથી પરિવરે બાલચંદ્ર કુંડિનપુર પ્રતિ ચાલે. જતાં એવા તેને નીહાળવામાં જેટલામાં નળરાજાની આંખ તેમજ મન મશગૂલ બન્યાં હતાં તેટલામાં તે તે આકાશમંડળમાં અદશ્ય થઈ ગયો અને તેનો પડછાયો પણ ભૂમિ પર દેખાતે બંધ થયે.
અત્યંત રમણીય કરોડ પર્વતે, નગર, મોટા ગિરિવર તેમજ નદીઓને લીલા માત્રમાં ઓળંગી જઈને નળરાજાના ગુણગાન કરનાર અને હંસકુળના ભૂષણ સમાન પ્રચંડ વેગવાળો બાલચંદ્ર શીઘ્રતાથી કુંઠિનપુર પહોંચી ગયો. ત્યાં આવતાં વનપ્રદેશમાં બધી બાજુથી ઊંચે, મરકત મણિના શિખરવાળે, ચિત્તને નચાવવા માટે નાટયમંડપ-રંગમંડપ સરખે, બનાવેલ સુવર્ણની કેળરૂપી વીજળીથી પ્રકાશિત અને જળથી ભરપૂર મેઘઘટા જેવી શોભાવાળો દમયંતીનો ક્રીડાપર્વત તેણે જોયો. કરની ધૂળીસમૂહથી બનાવેલ ક્યારાવાળા, છિદ્રરહિત અને સુગંધી પાણીની નીદ્વારા સીંચાતા વૃક્ષવડે બિરાજતા દમયંતીના તે વનને જોઈને તેણે તરત જ નંદનવનને યાદ કર્યું અર્થાત્ તે વન નંદનવન સરખું શોભાયુક્ત હતું. સ્થળે સ્થળે વજ, મણિ અને વૈડુર્ય મણિઓ જડેલ હોવાથી તેના કિરણારૂપી દુર્વા(ધરો)ને લીધે જેને ભૂમિપ્રદેશ જોઈ શકાતું નથી તેવી વનભૂમિમાં દમયંતીની સહિયરને દરેક દિશામાં જોયા બાદ ત્રીજી દશા–યુવાન દશાને ભેગવતા દેવને માત્ર નામથી જ સદ્દભાગ્યશાળી માનવા લાગે એટલે કે ત્રિફ એટલે દેવ, એ નામનું યથાર્થ આચરણ તે દમયંતીની સાહેલીઓ જ કરી રહી હતી અથોત કે તેની સખીઓ જ યુવાનીની મોજ માણી રહી હતી. શું આ સખીઓ ભુવન-વિશ્વને કેદી બનાવવા માટે સોનાની સાંકળે છે? અરે ! આ શું લોકોને મેહઝરત બનાવવાને ઝેરી ઝાડની વેલડીઓ છે? આવી જાતની દમયંતીની ક્રીડા કરવામાં ચપળ સખીઓને જોત જોતો તે હંસ દીર્ધકાળ પર્યત વિચાર કરવા લાગ્યો તેવામાં ત્યાં આગળ ક્રીડા માટે હાથમાં લીધેલ કમળને આમતેમ ફેરવતી, બાલ્યાવસ્થાને વીતાવતી, જગતના નયનને રમાડતી દમયંતી અચાનક તેના જોવામાં આવી. રૂપવડે સુવર્ણ સરખી દેખાતી, તારાગણની જેવી સખીઓના સમુદાયથી વીંટળાયેલી સમગ્ર દેવતા, સિદ્ધ પુરુષના સમૂહથી રાખવા લાયક મેરુપર્વતની ચૂલિકા સરખી દમયંતીએ હંસના મનનું આકર્ષણ કર્યું. પછી તેણીની સમક્ષ જવાને માટે ચારે તરફથી ગાઢ આકાશમાર્ગને વીંધતો, મનોહર શ્વેત ચંદરવાને વિસ્તારતો હોય તેમ તે પક્ષીરાજ ભૂમિ પર આવવાને માટે લાંબા સમય સુધી આકાશમાં ભ્રમણ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org