Book Title: Damyanti Charitra
Author(s): Manikyadevsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 318
________________ નલ મુનિને ઈદે મોકલેલ અપ્સરાઓએ કરેલ ઉપસર્ગ. [ ૨૯૧ ] સાથે મહાઅરણ્યમાં દાખલ થયા. મહામંત્રી શ્રુતશીલ, મહાબલીઝ બાહુક, મોટી ભુજાવાળો મહાબલ વિદ્યાધર, તીક્ષણ બુધવાળી કેશિની, ઋતુપર્ણ રાજા, પુષ્કર (કૂબર) વિગેરે રાજાએ પણ તે સમયે ગૃહસ્થ ધર્મને ત્યાગ કરીને વનવાસી બન્યા. ગીતાર્થ પુરુષના સમૂહમાં ગુરુના મુખથી તત્વજ્ઞાનને જાણીને મહાવ્રતધારી બનેલા નવા રાજા તપશ્ચર્યા કરવા લાગ્યા. બાદ કાળક્રમે નલરાજા નિર્ભય, પવિત્ર, નિર્મળ, તાગ ન લઈ શકાય તે, પીડા રહિત, કલ રહિત, સ્થિર (નિશ્ચલ), સંઘયણ તથા સંસ્થાન રહિત, લિંગ રહિત અને ત્રણ ગુણવાળા ( જ્ઞાન, દર્શન ને ચારિત્ર) જ્ઞાનરૂપી ઉજજવળ સાગરને વિષે પ્રવેશ કર્યો અર્થાત્ જ્ઞાની બન્યા. તપોવનમાં આ પ્રમાણે તપશ્ચર્યા કરતાં નલ મુનિને જોઈએ તે પિતાનું ઈંદ્રાસન લઈ લેશે.” એવી શંકાથી ઇંદ્ર હૃદયમાં ભ પાપે, એટલે કીર્તિના સાગર સરખા તે નલ મુનિવરના તપમાં વિન્ન કરવાને માટે ઇદ્રથી ફરમાવાયેલી અપ્સરાઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી. રોમાંચને ઉત્પન્ન કરનારા મલયાચલના વાયુઓને, સમાધિ (કાઉસગ્ગ)માં રહેલા મુનિઓ સહન કરી શક્યા નહીં. દિવ્ય સંગીતવાળી, ગુણયુક્ત અને લાંબે સુધી વિસ્તરેલી મૃગ–જાળ તે મુનિવરોના કર્ણરૂપી મૃગોને પકડવા માટે બંધનરૂપ બની. આ પ્રમાણે ઉપસર્ગ કરવા છતાં પણ ક્ષુબ્ધ ન કરી શકાય તેવા તે નલ રાજર્ષિને વશ કરવાને માટે આવેલ અપ્સરાઓ પૈકી કોઈ પણ સમર્થ થઈ નહીં. બાદ કેશિની સરખા રૂપને ધારણ કરતી મેનકા અસરાની સાથે રંભા નામની અસરાએ દમયંતીનું કૃત્રિમ રૂપ ધારણ કર્યું. આકાશમાં ભયંકર રાક્ષસના સ્વરૂપને ધારણ કરનાર ચિત્રરૂપ નામના દેવદ્વારા પીડિત થવાથી વિલાપ કરતી દમયંતીને નલ મુનિએ જોઈ. “હે મહારાજ ! કૌંચકર્ણનો નાનો ભાઈ કિમીલમાલી મને લઈ જાય છે, તો મારું તેનાથી રક્ષણ કરો. પૂર્વે અરણ્યને વિષે તમારા ચરણમાં રહેવાથી તે મને હરી શક્યો ન હતો, પરંતુ અત્યારે તમારા દેખતા છતાં તે રાક્ષસ મને હરી જાય છે. તમારું તે સ્વાભાવિક તેજ કયાં ગયું ? તમારા તે દિવ્ય અસ્ત્રો કયાં ગયા ? તમારી પીડિત તેમજ સાધી સ્ત્રીને રક્ષવાને માટે મહેરબાની કરો. આ પ્રમાણે તમારી પ્રિયાનું અપહરણ થવા છતાં અત્યંત ઉદાસ બનેલ આપને દેવ ધિક્કાર આપી રહ્યા છે તે આપ જુઓ. આપને મારા પ્રત્યે રાગ ન થાઓ તેમજ શત્રુ પ્રત્યે દ્વેષ ન થાઓ, પરંતુ દુઃખી જનની રક્ષા કરવામાં આપને અટકવું જોઈએ નહીં. હે રાજન! તમારા આવા પ્રકારના વિરોધને કારણે શત્રુવ અપહરણ કરાતી હું, તમે હયાત હોવા છતાં બીજા કોના શરણે જાઉં?” ઉપર પ્રમાણે દમયંતીના આક્રંદને તેમજ રાક્ષસના અટ્ટહાસ્યને સાંભળતા નલ રાજર્ષિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324