________________
T
-
-
-
-
-
-
-
.
.
છે
!
ઝલક ઈ ઝ
આઠમે સ્કંધ. સર્ગ ૧ લે.
LETTER
[નલરાજાને દિવિજ્ય: નિષધ દેશમાં આગમન. ]
સર્વ દિશાઓના સમૂહને ભરી દેતે, વિધ્યાચળના શિખરોને પ્રતિધ્વનિયુક્ત
- ~-~~-~બનાવતે, નળરાજાના પ્રયાણ સમયને ડિડિંખનાદ સંભળાવા લાગ્યા. વિજયયાત્રા સન્મુખ બનેલ, વિજય લક્ષમીરૂપી વધૂને વરવાને સજજ બનેલ, આરતિ ઉતરાવાયેલ નલરાજાની, લાજા(ધાણી) વિ. ના ફેંકવાપૂર્વક સ્ત્રીએ હતુતિ કરવા લાગી. તે સમયે નલના શ્રેષ્ઠ અશ્વોરૂપી મજાવાળા સૈન્યરૂપી મહાસાગરમાં પૃથ્વીતળ ડૂબી ગયું. જેવી રીતે પ્રતાપરૂપી (ધૂળી)થી શૂરવીર પુરુષ આચ્છાદિત થઈ જાય તેમ ચાલતી ચતુરંગી સેનાના ચરણદ્વારા ઊડેલી ધૂળીસમૂહથી સૂર્ય ઢંકાઈ ગયે. સૈન્યના અગ્રભાગે ઋતુપર્ણરાજા, પાછળના ભાગમાં ભીમરાજાનો પુત્ર અને આકાશને વિષે વિદ્યાધરપતિઓ હતા–આ પ્રમાણે સર્વત્ર નલને પ્રતાપ જણાતું હતું. પૂર્વે પણ નલરાજા દિવ્ય અસ્ત્રોની પ્રાપ્તિથી અસાધારણ દ્ધો તે હતે જ, ત્યારે આજે વિદ્યાધરપતિઓ અને રાજાઓ સહિત પરાક્રમી હોય તેમાં પૂછવું જ શું? જેવી રીતે બખ્તર પહેરેલે સિંહ, પાંખવાળો સર્ષ, વાયુ સહિત અગ્નિ અને ચેષ્ઠા નક્ષત્રમાં રહેલા સૂર્ય અસહા બની જાય તેમ વિદ્યાધરપતિઓથી અતૂલ બળશાલી બનેલ પરાક્રમી નલને અન્ય રાજાઓ અસદા માનવા લાગ્યા. સાત લાખ સેનાને સ્વામી અને દક્ષિણ દિશાને રાજવી ભીમ જેનો પ્રતિહારી છે તે નલને માટે દક્ષિણ દિશા જીતવાની શું જરૂર હોઈ શકે? જેવી રીતે સાધુપુરુષ માયા(સંસારબંધન)ને જીતવાને ચાલી નીકળે તેમ નલ રાજા સિંહલ વિગેરે રાજાઓ સાથે પશ્ચિમ દિશા જીતવાને માટે ચાલી નીકળે. જો કે તેના સેનાધિપતિવડે તે તે રાજાઓ જીતી લેવા લાયક હતા, છતાં જુદા જુદા દેશને જેવાને માટે જ નલ સાથે ચાલે. કેઈપણ સ્થળે લોકો સાથે સંબંધ બગાડ નહીં, વનરાજીઓ છેદવામાં આવી નહિ, મંદિરો તોડવામાં આવ્યા નહિ, ધાન્ય-સંપત્તિ કાપી નાખવામાં આવી નહિ, ગોકુળ(ગાયનો સમૂહ)નું હરણ કરવામાં આવ્યું નહિ, નગરોને બાળવામાં આવ્યા નહિ, કોઈ પણ વ્યક્તિને લૂંટવામાં આવી નહિ તેમજ કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિને પકડવામાં આવી નહિ, છતાં પણ કિટલાવાળા નગરમાં રહેલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org