Book Title: Damyanti Charitra
Author(s): Manikyadevsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 301
________________ [ ૨૭૪ ]. શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૮ મે. સર્ગ ત્રીજે. સંખ્યાવિદ્યામાં કુશળ પુરુષ જે કોઈ સંખ્યા જણાવે તેને કરોડગણું કરવામાં આવે તે પણ તેના કહ્યા પ્રમાણે જ સંખ્યા થાય છે. આ વૃક્રીડામાં બે, ત્રણ કે ચાર વ્યક્તિ જુગાર ખેલી શકે. અને તે ઘતક્રીડા જાણનારા ઘણા હોય તો પણ એક બીજાની સાથે ઉપરાઉપર દાવ મૂકી શકે. હવે સમસ્ત રાજાઓની સાક્ષીમાં નલ અને કુબર બંને સુંદર ઘુતક્રીડા કરવા લાગ્યા. મુષ્ટિ જ્ઞાનને જાણવા છતાં નલરાજા, ધૃતક્રીડાના રસની વૃદ્ધિને માટે વચ્ચે વચ્ચે કૂબેરની જીત કરાવતા હતા. જ્યાં સુધી અ૫ મૂલ્યવાળી વસ્તુની હોડ મુકાતી હતી ત્યાં સુધી કુબર જય તેમજ પરાજય મેળવતું હતું પરંતુ જ્યારે મહામૂલ્યવાળી ઘતક્રીડા શરૂ થઈ ત્યારે કુબર એક પણ દાવ જીતી શકયે નહિ. પિતાના પરાજયથી ભ પામવાને કારણે અત્યંત મૂલ્યવાળા પદાર્થોને હેડમાં મૂકતા કૂબરને ચતુર નલે કહ્યું કે–“ભાઈ, તું દાવ ઓછો મૂક.” બાદ નલે જ્યારે કૂબરને જીતી લીધે ત્યારે ઉચ્ચ સ્વરે જય-જયારવ કરતાં દમન વિગેરેને નલરાજાએ દષ્ટિમાત્રથી અટકાવ્યા. કુબર હસ્તી, અશ્વ, રથ, કિલ્લાઓ, ગ્રામ, ચાકર અને નગર વિગેરે ક્રિીડામાત્રમાં હારી ગયો. પછી રાજમુદ્રા સહિત રાજભંડાર અને કોઠાર હારી ગયે છતે કૂબરે પિતાના દેહ પર રહેલા આભૂષણે હેડમાં મૂક્યા. વધારે કહેવાથી શું? પૂર્વે જેમ કુબરે નલરાજાને જીતી લીધું હતું તેમ આ સમયે નલે ફૂબરને જીતી લીધો. કોનાવડે હમેશાને માટે લક્ષમી સચવાઈ છે? ત કોને આધીન બન્યું છે? કઈ વ્યક્તિને વિષે વેશ્યા સ્ત્રી આધીન (વશ) બની છે? અને લક્ષમી કોનો ત્યાગ કરતી નથી ? જે વ્રતકીડામાં પુત્ર, સ્ત્રો તથા નાસિકા અને કર્ણ પણ હારી જવાય છે તે ધૃતક્રીડા જેવું બીજું કઈ થસન નથી. કેટલાએક વ્યસનેમાં પાપાનુબંધી સુખ હોય છે પણ ઘુતક્રીડા તે સમસ્ત સુખનો નાશ કરનારી જ છે. મનુષ્યને માટે ધૃતક્રીડા કેદખાના વિનાનું બંધન છે, ઉત્સવ વિનાનું જાગરણ છે, ચેરી ન થવા છતાં પણ ધનનો નાશ છે, ખુજલી ન આવવા છતાં તેનું ઘર્ષણ છે, મદિરાપાન ન કરવા છતાં પણ મૂચ્છિત બનવાનું છે, વ્રત વગર પણ વિષયનો ત્યાગ કરવા જેવું છે. ખાવું-પીવું બધું ભૂલી જવા છતાં તપશ્ચય ન ગણાય-આ પ્રમાણે ઘતક્રીડા માણસોને અતીવ દુઃખદાયક છે. જીતેલા પૈસાને હાર્યા સિવાય જુગારીને શાંતિ થતી નથી. જળ પીધેલા રુધિરને વમી ન નાખે ત્યાં સુધી વસ્થ બનતી નથી. પછી નલરાજા સમસ્ત રાજાઓ સાથે, ઊંચા તેરાથી વિભૂષિત સ્તંભેવાળી પિતાની રાજધાનીમાં દાખલ થયા. પુણ્યશાળી પવિત્ર લેકોથી વ્યાસ અને ચતુર જનેને મનહર એવી તે નિષધા નગરી આકાશને વિષે વિમાનની અવરજવરથી જાણે હાલતી ચાલતી બીજી નગરી હોય તેમ બની ગઈ. “આ નલરાજા અમારા ગુરુ, પિતા, માતા, સ્વામી, મિત્ર અને રાજા અથવા તો સર્વસ્વ છે” એ પ્રમાણે આનંદયુક્ત સ્વરથી બોલતા નગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324