Book Title: Damyanti Charitra
Author(s): Manikyadevsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 303
________________ - કાન કેમ ન + + [ ૨૭૬] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૮ મો. સગ ચે. વિશ્વને વિજય કરનાર નલરાજાએ વૈતાઢ્ય પર્વત પર રહેનાર સમસ્ત વિદ્યાધર રાજાઓને મહામુશ્કેલીએ વિદાય કર્યો. દમયંતીની આજ્ઞા ઊઠાવવામાં તત્પર કેશિનીની સાથે મહાબલકુમાર, નલરાજાની ભક્તિ કરવાની ઈચ્છાથી નિષધા નગરીમાં જ રહ્યો. નલથી જીતાયેલ પુષ્કર પોતાના મહેલમાંથી બહાર જ નીકળે જ નહિ, કારણ કે નલ પ્રત્યે પૂર્વે જે અસદાચરણ કર્યું હતું તેથી તે મનમાં અત્યંત લજિત બન્યા હતા. નલ અને દમયંતી બનેએ તેના મહેલે જઈને તેને જલદી આશ્વાસન આપ્યું કે “હે ભાઈ ! તું ફ્રિગટ મનમાં અત્યંત દુખ શા માટે ધારણ કરે છે? જો તું આવી અવસ્થામાં રહે તે મને સુખથી શું? અર્થાત્ મને સુખથી સર્યું. આ પૃથ્વી પર વિરસેન રાજાના પુત્ર તરીકે આપણુ બંને પ્રસિદ્ધિ પામ્યા છીએ. તું મારો નાનો ભાઈ અને દમયંતીને દીયર છે. આ વિશ્વમાં મનુષ્ય કુટુંબની ખાતર દરેક પ્રકારનાં વ્યવસાય કરે છે, તે જેને પિતાનું કોઈ સ્વજન જ નથી તેના વ્યવસાયને અંગે કરાતું કષ્ટ નિરર્થક છે. જેને પોતાના કુટુંબીજને પ્રત્યે ઉપેક્ષાભાવ હોય અને પારકી વ્યક્તિઓને પિષત હોય તે વિશાળ ફળ સરખા માત્ર બહારથી દેખાવડા હોય છે. પિતાના દોષને કહેનારા, અન્ય જનથી ગવાતા, પિતાના ગુણથી લજિજત બનનારા, પોતાના કાર્યને પરિપૂર્ણ કરનારા અને પિતાના કુટુંબીજનેને પષનારા ધન્યવાદને પાત્ર છે, તે તું હવે ખેદને ત્યાગ કર, આપણે બંનેએ જય મેળ સમજ, કારણ કે જુદું પડી ગયેલું આપણું કુટુંબ પારાની માફક ફરી એકત્ર બન્યું છે.” આ પ્રમાણે કહીને, પુષ્કરને ગાઢ આલિંગન આપીને, મસ્તકને સુંઘીને કલિનો નાશ કરનાર નલરાજાએ તેને અર્થે રાજ્ય આપ્યું. આવી રીતે નલરાજા ભરતક્ષેત્રના ત્રણ ખંડનું શાસન કરવાને લીધે નહુષ અને નાભાગનો યશ જર્જરિત બની ગયે, અર્થાત્ તેઓના કરતાં પણ નલને યશ વૃદ્ધિ પામ્યા. નલના સુરાજ્યને કારણે, માત્ર પુણ્યની હાનિ કરતાં સ્વર્ગ કરતાં આ પૃથ્વી પીઠ પર જ રહેવાની લોકોની ઈચ્છા થઈ. શ્રુતશીલ મહામાત્યને રાજ્યની ધુરા સોંપીને નલરાજા ધર્મ અને કામ એ બંને પુરુષાર્થોનું પ્રતિદિન સેવન કરવા લાગ્યા. કોઈ વખત કેશિનીની સાથે, વિયેગને કારણે પ્રગટેલ સંતાપના વર્ણનદ્વારા તો કઈ વખત ઋતુપર્ણ રાજા સાથે મુજ સંબંધી વૃત્તાંત દ્વારા તેમજ અનેક પ્રકારનાં વિલાસો દ્વારા જગતને ખુશી કરતાં નલરાજા સુખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યા. કઈક વખતે કલ્યાણક મહોત્સવ પ્રસંગે દમયંતી સાથે નલરાજા અરિહંત ભગવંતને નમસ્કાર કરવાને માટે તમોપહ નામના તીર્થે ગયા. ત્યાં આગળ જિનભુવનને જોઈને, અહીંતહીં વિચરતા તેમણે અત્યંત સાવધાન મનથી વિનયશાલી ( ભક્તિ દર્શાવત) વેષ ધારણ કર્યો. પછી રાજાએ ધર્મવૃક્ષ સરખા તે જિનભુવનની ફરતી કયારાની માફક દઢ ભક્તિપૂર્વક પ્રદક્ષિણા આપી. અલંકાર યુક્ત શબ્દોથી ભગવંતની સ્તુતિ કરીને, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324