Book Title: Damyanti Charitra
Author(s): Manikyadevsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 315
________________ [ ૨૮૮] શ્રી દમયંતી ચરિત્ર : સકંધ દશમો : સર્ગ પહેલો. ફરીવાર શુદ્ધ કરાવ્યા છતાં પણ તે ભૂંડ ફરીથી જઈને તે કાદવમાં જ આળોટવા લાગ્યો તેથી મુખને મરડતાં નલ રાજાએ ખરાબ આચરણવાળા, નિર્લજજ તે ભૂંડની અત્યંત નિંદા કરી. ત્યારે કુશીલવાચાર્યું કંઈક હાસ્ય કરીને આક્ષેપ પૂર્વક કહ્યું કે –“હે રાજન ! માણસ સ્વભાવથી જ પારકાના દોષ જેનારા હેય છે, કારણ કે કાદવમાં પડતા ભૂંડને આપ નિંદી રહ્યા છે પરંતુ કામદેવરૂપી કાદવમાં મગ્ન બનેલા આપના આત્માની આપ નિંદા કરતા જ નથી.” આ પ્રમાણે કહીને તે કુશીલવાચાર્ય પોતાના ગામડીયા ભૂંડ સાથે જલદી અંતર્ધાન થઈ ગયા. અને તે જ સમયે આકાશમાં દિવ્ય સપષ્ટ વાણી થઈ કે –“હું તારે પિતા વીરસેન તને બેધ આપવાને માટે આવેલો છું, માટે હે પુત્ર! મોહભાવને ત્યાગ કર અને મુક્તિમાર્ગનું સેવન કર.” આ પ્રમાણે દિવ્ય વાણી સાંભળીને નલરાજા એકદમ ચિત્તમાં ચમત્કાર પામે, અને અવસર વગર સૂઈને ઊઠેલા પુરુષની માફક પ્રમાદી એવા પિતાના આત્માની નિંદા કરવા લાગ્યો. અરે ! વિષયાંધ, વિમૂઢ અને દુષ્ટ બુદ્ધિવાળા મને ધિકાર હે! જે મારું પિતાનું આત્મિક કાર્ય હતું તેને જ હું ભૂલી ગયે. વારંવાર અનુભવેલા વિષયને વિષે જે બ્રમ (આસક્તિ) થઈ રહ્યો છે તે ખરેખર અનાદિ સંસાર પરિભ્રમણના સંસ્કારનું જ પરિણામ છે. જે વિષયમાં પ્રવૃત્તિ કરવાથી મુક્તિ દૂર જાય છે, અને જીવિતને અનિત્ય માનવા છતાં વિષમાં માણસો આસક્ત રહે છે તે ખરેખર મેહનું પ્રચંડ સામ્રાજ્ય છે. મહાસત મનુષ્યની ચતુરાઈ કષ્ટદાયી છે, કારણ કે મૈથુનક્રિયામાં જેવી રીતે પશુઓ ડહાપણવાળા છે તેવા મનુષ્ય ડહાપણુવાળા નથી. સંધ્યા દિવસ અને રાત્રિરૂપ ઘડાવાળા કાળરૂપી રંટમાં, સૂર્ય અને ચંદ્રરૂપી બે બળવાન વૃષભે મનુષ્યના આયુરૂપી જળને શેષવાને માટે પરિભ્રમણ કરી રહ્યા છે. પાણીના મોજા જેવું યોવન ચંચળ છે, મેઘસમૂહના જેવું જીવિત છે; કૃત્રિમ નાટક સરખા સંબંધી જનેના સમાગમો છે, ખરેખર આ સંસાર તો અત્યંત કઠિન છે. જે પ્રાણી સ્વયમેવ વિષયેનો ત્યાગ કરતા નથી, તો વૃદ્ધાવસ્થા, કેશને પકડીને, દાંતને પાડી નાખીને, બહેરા બનાવીને, અંધપણું આપીને બળપૂર્વક તેના વિષયાભિલાષને હણી નાખે છે. મારું યુવાવસ્થારૂપી રત્ન કયાં પડી ગયું? ખરેખર હું હણાઈ ગયો છું. હે દેવ ! હવે હું શું કરું ?” આ પ્રમાણે વિચારણા કરતે, કડથી નીચે નમી ગયેલ અને ધીમે ધીમે નિરીક્ષણ કરતા દીન વૃદ્ધ પુરુષ ચાલે છે. બંને હાથ તથા મસ્તકને વારંવાર પ્રજાવતા અને મૃત્યુના ભયથી જેના સર્વ અવય કંપી રહ્યા છે તેવા વૃદ્ધ પુરુષને, ના પાડવાથી કાયર બનેલ યમરાજ પકડી લે છે, કેળિયો કરી જાય છે, તે હવે શીવ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324