________________
[ ૧૭ ]
શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મો. સર્ગ પાંચમે.
બનવા છતાં તે ભીલે ધીઠ્ઠાઈપૂર્વક નીચે પ્રમાણે કહ્યું કે-“અરે! ઉપદેશવડે શા માટે નિષ્ફળ કલેશનો અનુભવ કરે છે ? જેમ ભૂમિપ્રદેશ પર રહેલું પાણી સ્થિર ન રહી શકે તેમ અમારા હૃદયમાં શીલ ધર્મ કયાંથી ટકી શકે ? તારા જેવું હસ્તમાં પ્રાપ્ત થયેલું સ્ત્રીરત્ન જે ઉપયોગમાં ન લેવાય તો અમારા માટે નરક કરતાં પણ અધિક દુઃખ પ્રાપ્ત થયું ગણાય. નપુસક જેવા અમો જે તમારો ઉપગ ન કરીએ તો શૂરવીરની સભામાં અમારી આથી બીજી કઈ નિંદા હોઈ શકે? અર્થાત જે હું તારે ઉપગ ન કરું તો તે શૂરવીર લોકે મને નપુંસક જે સમજે. નકામો ત્રાસ આપીને શું તું મને દૂર કરી શકીશ? કારણ કે આ સ્થળે તારા પ્રત્યે બળાત્કાર કરતાં મને અટકાવવાને કણ સમર્થ છે? વિવિધ પ્રકારના વિલાસ દ્વારા તેને સર્વાગે આલિંગન આપીને, હે કમલાક્ષિ! હું તને નિશંકપણે જલદી ભોગવીશ.”
આ પ્રમાણે મર્યાદા વિનાનું બોલતા તે કામાંધ ભીલે, ડાબા હાથથી તેના કેશને પકડવાનો વિચાર કર્યો. ત્યારે “ અરે ધિક્કાર હો ! આ તે તારી કઈ જાતની ભૂલ થઈ રહી છે? આ પ્રમાણે તું ન કર, ન કર. અહીંથી દૂર થા, દૂર થા.” એ પ્રમાણે ભૃકુટી ઊંચી કરીને મસ્તક ધુણાવતી દમયંતીએ હાથ ઊંચા કરીને તેને કહ્યું વળી, અગ્ય આચરણ કરવાને ઇચ્છતા, નિશંક અને યુવાન તે ભીલના કામાવેશને જોઈને, “અરે પાપીઝ!” એ પ્રમાણે બોલતી, ક્રોધાવિણ દમયંતીએ તેને શિક્ષા કરવાને માટે મનમાં ઇંદ્રનું ચિંતવન કર્યું અને જોવામાં વરદાન આપનાર ઇદેવનું હૃદયમાં સ્મરણ કરે છે તેવામાં દિશાના મુખ્ય ભાગોને ભરી દેતી તેમજ પ્રાણીઓને ભયપ્રદ વિજળી, વાદળા વિનાના આકાશમાંથી શીધ્ર પડીને, તે ભીલને ભસ્મીભૂત કરીને એકદમ અદ્રશ્ય થઈ ગઈ. પૂર્વે ઉપકાર કરનાર તે ભીલને ભસ્મીભૂત થયેલ જોઈને, જાણે તેને જલાંજલિ આપતી હોય તેમ રુદન કરતી અને કરુણાભાવવાળી દમયંતી શેભી ઊઠી. “ જે કંઈ અત્યારે મારા પર ઉપકાર કરે છે તે આ ભીલની માફક મૃત્યુ પામે છે. મારા દુષ્કર્મના આવા પ્રકારના ઉદયને ધિક્કાર છે ! ધિક્કાર હો !” આ પ્રમાણે હૃદયમાં લાંબા સમય સુધી વિચારતી દમયંતી શેક કરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org