________________
[ ૨૧૮ ]
શ્રી દમયંતી ચરિત્ર : 'ધ ૫ મે. સગ વીસમેા.
K સ વીસમા.
[દમયંતીને ચારણશ્રમણ મુનિએ કહેલ કેશિનીના વૃત્તાંત: દમયતી પાસે શ્રી શાંતિનાથની પ્રતિમાની કરેલ માગણી. ]
................................. ........................
નળરાજાના વિરહુસમયમાં યતી શ્ર! શાંતિનાથ ભગવ`તની આરાધનાપૂર્વક - આયંબિલની તપશ્ચર્યા કરવા લાગી. ત્રણે કાળ પૂજન કરતી, સેવાપરાયણ, સ્પૃહા રહિત દમયંતી શ્રી શાંતિનાથ ભગવંતની પ્રતિમાની પૂજા કરવા લાગી. વનવાસિની દમયંતી પુષ્પ, ગંધ, જળ, નૈવેદ્ય, ધૂપ, દીપ, ફળ અને અક્ષતાથી વિવિધ પ્રકારની પૂજા કરતી. આયંબિલની તપશ્ચર્યાને કારણે દેહ અત્યંત દુTMળ થયા છતાં પણ પુણ્યની પ્રકૃષ્ટતાથી તેણી લેશમાત્ર પરિશ્રમને જાણતી નહાતી. અનુક્રમે તપશ્ચર્યાના પ્રભાવથી તુષ્ટ બનેલી વનદેવીએ હુમેશાં દમયંતીની પાસે રહેવા લાગી તેને સહાય કરવા લાગી. આ પ્રમાણે તપશ્ચર્યા કરતી દમયંતીના પાંચસેા દિવસેા એક દિવસની માફક પસાર થઈ ગયા. તે વનમાં દમયંતી એકલી કઇ રીતે રહી તે અમે જાણતા નથી. ખરેખર મહાત્મા પુરુષાના ચરિત્રો હમેશાં અચિંતનીય જ હોય છે, બાદ દમયંતીએ પક્ષીની માફક આકાશમાંથી નીચે પડતા, ખિન્નતાવાળા અને શિષ્યયુક્ત એક મુનિવરને જોયા. ચતુર દમયંતીએ તેમનું આતિથ્ય કર્યું અને તેમણે દમયંતીને પૂછ્યું કે—“ હૈ કલ્યાણી ! તું કાણુ છે ? તુ અહીં એકલી કેમ છે ? '' ત્યારે દમયંતીએ તેમને જણાવ્યુ` કે—“ સ્વામિથી વિખૂટી પડી ગયેલી, ગુરુમહારાજની આજ્ઞાથી શ્રી શાંતિનાથ ભગવાનની સેવા કરતી હું નલપત્ની-દમયંતી છું.” આશ્ચર્યયુક્ત ચિત્તવાળા તે મુનિવરને દમયંતીએ શાંતિનાથ ભગવંતના દર્શન કરાવ્યા અને તેમને તેમની ગ્લાનિનું કારણ પૂછ્યું ત્યારે તે મુનિવરે જણાવ્યું કે
Jain Education International
“ હું મારી ખિન્નતાનું કારણ જણાવું છું. હું મહાસતી ! મને તારા મેળાપ થયા તે ઠીક થયું. મેં તારી અવસ્થા જાણી અને મારા ભવિષ્યકાળનાં જ્ઞાનથી હું જાણું છું કે–ભવિષ્યમાં તને તારા સ્વામી નલના સમાગમ ફરીથી થશે. તુ સાંભળ— જે હું જાણું છું તે હું તને કહું છું. હમેશાં સ્વેચ્છાપૂર્વક વિચરનાર હું. ચારણુશ્રમણુ વિદ્યાધર–મુનિ છું.
For Private & Personal Use Only
www.jainelibrary.org