________________
[ ૨૬૦ ]
શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૭ મો. સર્ગ ચોથે.
સર્ગ ચેાથે. છે
[દમયંતી ને કુજને પરસ્પર વાર્તાલાપ.]
1 રનના સિંહાસન પર બેઠેલી, ચામરોથી વીંઝાતી પ્રિયા દમયંતીને નલે અચાનક
. દમયંતીને નિરખતે અને દઢ સંભ્રમવાળે નળ ચંચળ પ્રેમને એકદમ અટકાવવાને શક્તિમાન થઈ શકે નહીં. આસનાદિ આપવાવડે આદરસત્કાર કરતી દમયંતી પણ ભક્તિપુરસ્સર કુજને નિરખવા લાગી. “હે દેવી! મારે અત્યંત સત્કાર કરવાની જરૂર નથી. આપ બેસો, હું બેઠો છું. આપના શરીરે કુશળ છે ને? હે દમયંતી! આજને પ્રાતઃકાળ મારા માટે મંગળરૂપ બને છે, કે જેથી મેં આપના દર્શન કર્યાં. હે દેવી ! તમે મારા સ્વામી નળની પ્રાણપ્રિયા છો. તથા પ્રકારના રાજવી નળને પણ તેવા પ્રકારની દુઃખદ સ્થિતિ પ્રાપ્ત થઈ તે અન્ય દીનજને પૈકી કોણ એ સામર્થ્યવાન હોય કે જે દૈવ પ્રત્યે પરાક્રમ દાખવી શકે? અર્થાત્ અન્ય સામાન્ય વ્યક્તિની તે શી ગુંજાશ? હે વૈદભી ! તું જીવતી રહી છે એટલે જરૂર તે રાજા પણ જીવે છે. ખરેખર, તારે મહિમા મનુષ્યની કલ્પનામાં આવી શકે તેમ નથી. ને પાર કરી શકાય તેવા દુખરૂપી સાગરને તું તરી ગઈ છે તે સંબંધી તમારે સમસ્ત વૃત્તાંત વિસ્તારપૂર્વક મેં સાંભળેલું છે. ”
એટલે, તિરછી નજરે નીહાળતી દમયંતીએ સુંદર વાક્ય વડે સ્નેહ દર્શાવવાપૂર્વક લાંબા સમય પછી જણાવ્યું કે-“તમારા આવા પ્રકારનો પ્રેમ મારા વિષે વહી રહ્યો છે તેથી હું માનું છું કે મારું ભાગ્ય હજી જાગૃત છે. આ પ્રમાણે ગુપ્ત શરીરવાળા અને દૂર રહેલા આપ નરેશ્વરને નળ તરીકે મેં જાણી લીધા છે અને તેથી જ અહીં સુધી તમને ખેંચી લાવી છું. અત્યારે હું અહીં સૂતેલી નથી તેમજ તે વનપ્રદેશ પણ અહીં નથી, તો તમે ચાલ્યા જવાનો પ્રયાસ શા માટે કરે છે? હે નલ! હવે કઈ રીતે તમે જઈ શકશે? જે તમારા મનમાં હું અકુલીન, કદરૂપી અને અપ્રિય હેલું તે પણ તમારે એક દાસી તરીકે મારો સ્વીકાર કરવો જોઈએ. હે નાથ! દયા કરે, કઠિનતાનો ત્યાગ કરે. પિતાના મૂળ રૂપને પ્રગટ કરે અને આ કુજ પણ ત્યાગ કરે. હે રાજન ! કામદેવને જીતનારૂં આપનું પૂર્વનું રૂપ કયાં અને અત્યારનું આ કુજ પણું ક્યાં? અત્યારે પારકે ઘરે કરાતું સેવકપણું ક્યાં અને સેંકડે રાજાએથી થતી આ૫ની સેવા ક્યાં? આપ આપનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org