Book Title: Damyanti Charitra
Author(s): Manikyadevsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 288
________________ - - -- - - કુજ અને દમયંતીનો પરસ્પર વાર્તાલાપ. [ ર૬૧] મૂળ સ્વરૂપે પ્રગટ કરશે એટલે નાથ યુક્ત બનેલે, રાજાઓમાં શ્રેષ્ઠ ઈંદ્રસેન પોતે દિવિજય કરવામાં સમર્થ બનશે. હે રાજન! તમારા ચરણમાં હું પ્રણામ કરું છું. હે સ્વામિન્ ! આપ પ્રસન્ન થાઓ, દુઃખી બનતી મારું રક્ષણ કરે.” આ પ્રમાણે ઉપાલંભ પૂર્વક, સનેહ અને દયાથી પરિપૂર્ણ વાણું બોલતી દમયંતીને સાંભળીને કુજરૂપી નલ કહેવા લાગ્યો કે–“હે દેવી! આ તમારે કઈ જાતનો ઉન્માદ છે? હું કયું છે? તે તમે વિચારે. પોતાના સેવક સમાન આ જ પ્રત્યે આ પ્રમાણે બોલવું તે આપને ઘટતું નથી. કયાં સૂર્ય અને કયાં ખદ્યોત (આગીયે)? કયાં મેરુ પર્વત અને ક્યાં સરસવ કયાં શિયાળ અને કયાં સિંહ? કયાં સાગર અને ક્યાં ખાબચિયું ? કયાં કલ્પવૃક્ષ અને જ્યાં ક્રિપાકનું વૃક્ષ કયાં ઢેકું અને કયાં સુવર્ણ? કયાં ગરુડ પક્ષી અને કયાં મચ્છરર રેશમી વસ્ત્ર કયાં અને ધાબળો કયાં? દ્રષ્ટિને ઝેર સમાન મારું કદરૂપીપણું કયાં અને પ્રત્યક્ષ કામદેવ સમાન નલરાજા કયાં? હે વૈદભી! મારા અને નલ રાજા વચ્ચે મહદુ અંતર છે. રાજથી ભ્રષ્ટ બનવા છતાં અને મોહવશ બનવા છતાં શું કોઈપણ સ્થળે આવું રૂપાંતરપણું થાય? અથોત ન જ થાય, કારણ કે તૂટી જવાથી ભૂમિ પર પડેલ હાર સર્પ બની જતો નથી. મારા પ્રત્યેની અસત્ય માન્યતાને ત્યાગ કર, તું પ્રસન્ન થા, શાંત બન. હે વૈદભીં! હું તારે સેવક છું. મારા પ્રત્યે તું કેઈપણ પ્રકારને સંદેહ ન લાવ.” આ પ્રમાણેના કુશ્વના દંભયુક્ત વચન સાંભળીને દમયંતીએ અમૃતના કલોલ જેવી વાણીથી જણાવ્યું કે “ખરેખર, જે તું કુજ છે અને વાસ્તવિક રીતે નલ નથી તો તેને સૂર્ય પાક રસવતી કયાંથી આવડી તે તું કહે હે રાજનું નલ! તું કાળ, કોણે, હૂં કે, કુછી અથવા તે કુજ ગમે તે પ્રકારનું સ્વરૂપ ધારણ કરવું પરંતુ મેં તે તને બરાબર ઓળખી લીધો છે. સાચી રીતે મેં તમને પ્રાપ્ત કર્યા છે. વધારે કહેવાથી શું? હવે તમે મારી પાસેથી છટકી શકશે નહીં. સિંહની માફક અહીં તમે ખડ્યરૂપી પાંજરામાં સપડાયા છે. મારા પ્રત્યે મહેરબાની કરો, દયા લાવો, વધારે પીડા શામાટે આપી રહ્યા છે? હે નલરાજા! તમે તમારા અસલ સ્વરૂપને પ્રગટ કરે.” કમળ સરખા નેત્રવાળી દમયંતીના પુષ્પની કળીની માફક મનહર, નેહથી વિચિત્ર ભાવવાળી અને વિનયવાળી વાણી દ્વારા અંતરમાં ભેદાવા છતાં નલરાજા, સમુદ્રને કિનારે રહેલ પર્વતની માફક દૃઢ જ રહ્યો. કલિના એકધારા રોષથી શરમાયેલ, ફરી પ્રગટી નીકળેલા પ્રીતિ અને નીતિવાળા નલરાજાના મનમાં પ્રગટેલા ચિત્રવિચિત્ર ભાવનું વાસ્તવિક રીતે વર્ણન કરવાને કવિઓ પણ સમર્થ થઈ શકયા નહીં. પિતાને વિષે દમયંતીને નિષ્કપટ, અદૂભુત, અત્યંત, અતિ ભવ્ય સનેહભાવને જાણવા છતાં પણ નલ, પૂર્વે કરેલા અપરાધની શરમને અંગે પિતાનું સ્વરૂપ, સુંદર મુખવાળી દમયંતીને શીધ્ર બતાવવા શક્તિમાન થઈ શકે નહિ. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324