________________
ભીમરાજાને નલને શોધી કાઢવાનો પ્રયાસ.
[ ૨૩૧ ]
બનેલી તને પ્રાપ્ત કરવાથી હવે, તે નલરાજાને જેવાને માટે (મેળવવાને માટે ) મારો ઉદ્યમ હજારગણે વધી જશે અર્થાત હજારો પ્રયત્ન દ્વારા પણ હું તેને પ્રાપ્ત કરીશ. તું દુખને ત્યાગ કર, ત્યાગ કર. બાહુબલથી રાજાઓને જીતનાર તારા બંધુઓ હોવા છતાં તને દીનતા શા માટે? પૃથ્વીપીઠ પર રહેલ રાજા નલ પ્રાપ્ત થે અશક્ય નથી, તે પ્રાપ્ત કરી શકાશે જ, તો આવા પ્રકારની મૂંઝવણ છેડી દે, છોડી દે અને તારા ચિત્તને શાંત કર. હે સુમુખી! વિશાળ બુદ્ધિવાળા, અત્યંત તેજસ્વી, સુંદર મતિવાળા અને ઉચ્ચ સ્થિતિવાળા ક્ષત્રિયોને સ્વામી, અક્ષત અંગવાળે રાજા નળ મને સુલભ છે એમ હું જાણું. દરેક દેશમાં વીર પુરુષોની ક્રીડા જોવામાં આવશે, તેમજ નગર, પર્વત અને ખીણ વિગેરેવાળું સમસ્ત વિશ્વ જોવામાં આવશે, એટલે નળરાજા પ્રાપ્ત થઈ ગયે જ એમ તું માન. હે પુત્રી ! તારા પિતાના આ કથનને તું વાસ્તવિક માનજે.” આ પ્રમાણે કહીને તેણીના મનને શીધ્ર પૈર્યવાનું તેમજ હર્ષિત બનાવીને ધર્મપ્રિય ભીમરાજા કહેલા કાર્યને કરવાને માટે ત્યાંથી ઊભો થયો.
#Siાક
છે સર્ગ બીજો.
મેં
Sછછછછછos
[દમયંતીનું હૃદયમંથન અને નળને ઓળખવા માટે
સાંડિલ્ય તથા સુદેવને દર્શાવેલા તેમના લક્ષણે ]
[ રાજાના આદેશને લીધે, આંખના ઈશારાથી સૂચવાયેલા ચરપુરુષેએ લાંબા
અા » સમય સુધી ચાલે તેટલું પુષ્કળ ભાતું રાજકોઠારમાંથી મેળવ્યું. પ્રિયંગુમંજરીએ પણ જણાવ્યું કે–“જે કઈ ચર પુરુષ નળરાજા સંબંધી સમાચાર જણાવશે તેને એક હજાર ગાય આપવામાં આવશે.” વળી દમયંતીએ પણ તે ચરપુરુષને, નળના સંકેતવાળી, સુંદર અને ક્ષોભ ઉપજાવે તેવી નીચેની ત્રણ ગાથાઓ કહી સંભળાવી “વસ્ત્રને ચીરીને, વનમાં સૂતેલી મને તજીને તું ચાલ્યા ગયા હતે પણ જે હવે તું મારા હૃદયમાંથી ચાલે જા તે તારે પુરુષાર્થ સાથે. પુત્ર, સ્ત્રી અને મિત્ર પ્રત્યેનો તારે નેહભાવ ચાલ્યા ગયે છે અને હે રાજન ! ધૃતરૂપી દીક્ષા લેવાને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org