Book Title: Damyanti Charitra
Author(s): Manikyadevsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 282
________________ કુંડિનપુર આવી પહેાંચેલ ઋતુપર્ણ તેમજ નળ રાજવી. [ ૨૫૫ ] ખાળતા નથી, સમુદ્રો મર્યાદાના ત્યાગ કરતા નથી અને સામર્થ્ય શાળી વ્યક્તિએ સહનશીલ હાય છે; તેથી જ ખરેખર આ વિશ્વ ટકી રહ્યું છે. હે રાજન! તમારા શરીરમાં રહેવા છતાં પણ હું કંઇ પણ કરવાને શક્તિમાનૢ થઇ શકયો નથી. ફક્ત દમયંતીના શાપરૂપ અગ્નિથી મળી રહ્યો છું. આવા પ્રકારની લાખા પીડાથી હું લગભગ મૃત્યુ પામવા જેવા થઇ ગયા છું અને જીવવાની ઇચ્છાથી આપના દેહમાંથી બહાર આવ્યે છુ. હે મહારાજ ! દુ:શિક્ષિત મારા અયેાગ્ય વર્તનને આપ માફ કરી. હું વીરસેન રાજાના કુળમાં શ્રેષ્ઠ એવા નળરાજા ! આપનું ચરિત્ર ન કળી શકાય તેવું છે. પ્રતિજ્ઞાભંગવાળા મારું સ્વર્ગમાં દેવેને વિષે સ્થાન નથી, એટલે આ બહેડાનું વૃક્ષ જ મારા શરણભૂત છે. જે કાઈ આ બહેડાના વૃક્ષની છાયાનેા આશ્રય લેશે તેના કલ્યાણુને હું... હરી લઈશ, પરન્તુ જે કેાઈ તમારા નામનું સ્મરણ કરશે તેને છેડી દઇશ-તેને ઉપદ્રવ નહીં કરું વધારે શું કહુ? જે સ્થળે તમારા નામનું સ્મરણ કરવામાં આવશે તે સ્થળમાંથી, જેમ અગ્નિને દેખીને સિંહ દૂર નાશી જાય તેમ હું ચાલ્યા જઇશ.” ઉપર પ્રમાણે મેલીને કલિ તરત જ અંતર્ધ્યાન થઈ ગયા અને હૃદયમાં આશ્ચર્ય પામેલ અને મુખ પર હાસ્ય દર્શાવતા કુ શાન્ત ઊભા રહ્યો. પછી તત્કાળ ઉત્પન્ન થયેલ બુદ્ધિ, પુરુષાર્થ અને ચતુરાઈવાળા રાજા નળે, જાણે ભાર ઓછા થઈ ગયા હાય તેમ પેાતાના દેહને હલકા માન્યા. તે વખતે હંમેશની ટેવ પ્રમાણે પોતાના બંને હસ્તથી જલ્દી અહેડાના વૃક્ષના ફળ ગણતાં, જે પ્રમાણે ઋતુપર્ણ રાજાએ સંખ્યા કહી હતી તે પ્રમાણે સખ્યા (૬૧ હજાર) થઇ રહી. પછી કુબ્જ ઋતુપર્ણ પાસે અક્ષવિદ્યાની માગણી કરી જ્યારે ઋતુપર્ણ રાજાએ અવિદ્યાની માગણી કરી. શીઘ્ર સાધિત મંત્રવાળા અને પરસ્પરના વિશ્વાસથી આશ્ચર્ય પામેલા તે બન્ને વેગપૂર્વક પ્રાત:કાળમાં ડિનપુરની અત્યંત નજીક આવી પહેાંચ્યા. અત્યંત આશ્ચર્ય પમાડનાર તે અને નૃપતિને (ઋતુપણુ તથા નલ ) જોઈને સૂ ભગવત પશુ, પેાતાના રથમાં બેસીને, ભેદી શકાય તેવા અંધકારને કારણે દુનિ જેવા બનેલા આકાશપથમાં સ્વેચ્છાપૂર્વક આવી પહોંચ્યા. સ્વયંવર-મહેાત્સવને લગતાં ઉત્સવરહિત કુડિનપુરને જોઇને ઋતુપર્ણ રાજા અત્યંત વ્યાકુળ ખની ચર્ચા, જ્યારે નળ રાજવી હર્ષ પામ્યા. નગરના નજીકના પ્રદેશમાં આવી પહેાંચનાર રાજાઓના કાઈપણ પ્રકારના નિવાસસ્થાને નહેાતા, શહેર પણ વાજિંત્રાના ધ્વનિ વિનાનુ હતું, કંઇ સુંદર પણ નહેાતુ તેમજ શાભાવિહીન પણ કંઇ નહાતુ પરન્તુ ડિનપુર નગર સ્વભાવથી પૂર્વના જેવું જ હતું. “ અહીં સ્વયંવર-મહાત્સવ થઇ ગયાના કાઇપણ ચિહ્નો જણાતાં નથી, તેમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324