________________
દમયંતીનું કંડિનપુર પ્રતિ પ્રયાણ.
[ રર૧]
કેઈ પણ પ્રકારનાં ચિહ્નો ન હોવાથી મને અહીં કંઈ સંભાવના જણાઈ નહીં અર્થાત જિનપ્રાસાદ વિ. બાહ્ય ચિહ્ન વિના મને અહીં રહેલ શ્રી શાંતિનાથ પરમાત્માની પ્રતિમાની ખબર પડી નહીં, તેથી છેદાયેલી પાંખવાળા પક્ષીની માફક આકાશમાંથી નીચે પડ્યો અને હવે પ્રાયશ્ચિત્ત કર્યા વિના જવાને શક્તિમાન નથી. હું કલ્યાણ ! આ કારણથી મારા મુખ પર ખિન્નતા હતી. હવે તારા દર્શનથી ફરીથી મારા મુખ પર પ્રસન્નતા આવી છે. આ મૂર્તિની જે પ્રકારે તે પૂજા-વિધિ કરી છે તેમ હું પણ કરીશ. આમ કર્યા સિવાય મારું હિત થઈ શકે તેમ નથી. આ શ્રી શાન્તિનાથ ભગવાન મુક્તિરૂપી સ્ત્રીથી આલિંગન અપાયેલા છે, તો નિર્ધન માણસો લક્ષમી યુક્ત બને છે. રાગ-દ્વેષાદિ કષાય રહિત આ શ્રી શાંતિનાથનું ધ્યાન કરીને વિષયભેગનું વિસ્મરણ કરતાં-ભૂલી જતાં વિદ્વાન પુરુષે કદી પણ સંપત્તિ તેમજ સંસારવૃદ્ધિ માટે પ્રયાસ કરતા નથી અર્થાત્ તેઓને સંસાર વૃદ્ધિ પામતો નથી.”
આ પ્રમાણે બોલતાં મુનિવરને પ્રણામ કરીને દમયંતીએ કહ્યું કે-“આ પરમાત્મા શ્રી શાંતિનાથના બિંબને ગ્રહણ કરે અને તમારું મનવાંછિત મેળ. પૂર્વે ગુરુએ ફરમાવેલ મેં સર્વ વૃત્તાંત તમને જણાવ્યું છે. હવે મારું કુંડિનપુર તરફ જવું યોગ્ય જ છે. વિદ્યાધર સંબંધી તમેએ જે હકીકત જણાવી તે સર્વે મળતી આવે છે–બંધબેસતી છે કારણ કે કેશિની નામની વિદ્યાધરી મારી સખી તરીકે રહેલ છે. હું તેને મારી સગી બહેન તરીકે માનું છું. તે અત્યારે કુંડિનપુરમાં મારા પુત્રનું રક્ષણ કરી રહી છે. મેં પૂર્વે તેને સેંકડો વાર મારી સેવા કરવાનું કારણ પૂછયું હતું, પરંતુ તેણીએ જણાવેલ કે- “અવસરે હું સર્વ હકીકત જણાવીશ.” કાર્ય પ્રસંગે મારાથી અથવા રાજા નલથી અપાયેલ વરદાનને, ઘણી પ્રાર્થના કરવા છતાં પણ થાપણ તરીકે તેણીએ રાખી મૂક્યા છે, તો હું પૂજ્ય! તમોએ જણાવેલ કારણ હવે સમજવામાં આવે છે, નહીંતર વિદ્યાધરી પૃથ્વીપીઠ પર રહેનાર માનવીની સેવા શા માટે કરે ? તેણની વાંછિતની પ્રાપ્તિ થવાથી કેશિની હર્ષ પામે અને મને ફરીથી નળરાજાનો મેળાપ થાઓ. મુનિજનેની વાણી અક્ષરશઃ સત્ય બને છે. અને તીર્થકર ભગવાનની સેવાનું ફળ સંપૂર્ણ રીતે પરિણામે લાભદાયક બને છે.” આ પ્રમાણે કહીને, શ્રી શાંતિનાથના બિંબને ભક્તિપૂર્વક પૂજીને, વૃક્ષ, પર્વત અને નદી વિગેરેને પ્રણામ કરીને હર્ષ પામેલા અમૃતકર મુનિવરની રજા લઈને દમયંતી પિોતે કુંડિનપુર તરફ ચાલી નીકળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org