________________
સર્ગ છો
!
[પુષ્કરાક્ષ મંત્રી તથા કિન્નરયુગલનું નળ પાસે આગમન નળની કાર્યચિંતા ].
હું શિબિરમાં જઈને પલંગ પર બેઠેલા અને અ૫ સેવકવર્ગને રાખતાં નળે
નવીન બંધાયેલા હસ્તીની માફક લાંબા સમય સુધી મનમાં વિચારણા કરી નળને દમયંતી પ્રત્યેના પ્રેમનું દૂર કરવું તેટલું દુસહ ન જણાયું જેટલું ઇદ્રના દૂતપણાના કાર્ય સંબંધી કથન દુસહ જણાયું. પોતાના મનમાં પ્રગટેલ દમયંતી પ્રત્યેના પ્રેમનું વારંવાર સ્મરણ કરીને નળ, જાણે વીંછીથી ડંખ દેવા હોય તેમ પિતાના બંને હસ્તેને વારંવાર કંપાવવા લાગ્યો. જગતમાં મારી નિંદા થવાની હોય તે ભલે થાય, પણ આ દેવેનું કાર્ય તે મારે કરવું જ જોઈએ. હવે આ વિષયમાં ચિંતા કરવાથી સયું. ચિંતા-વિચાર કરવાની જરૂર નથી. અનેક પ્રકારના પુરુષાર્થો હોવા છતાં શરૂ કરેલા કાર્યન નિર્વાહ કરે તે જ પ્રથમ પુરુષાર્થ છે, તે જ કાર્ય સૌપ્રથમ કરવું જોઈએ. બ્રહ્મવાતી, કૃતની (ઉપકારી પ્રત્યે પણ અપકાર કરનાર), મદિરાપાન કરનાર, ગુરુદ્રોહી અને પ્રતિજ્ઞાન ભંગ કરનાર આટલા પ્રકારના પુરુષોને જોયા બાદ માણસ સ્નાન કરવાથી શુદ્ધ બને છે, તે હવે ભલે તે રે દમયંતીને મેળવીને આનંદિત બને. અને દમયંતી પણ દિવ્યભેગોને ભલે ભેગવે. દિકપાલેથી વિનતિ કરાયેલ મારે દમયંતી કેવી રીતે નિષેધ કરશે ? આ વૃત્તાંત જાણીને દમયંતીના સ્વજને પણ ખુશી થશે. હસ્તીના અગ્રભાગ જેવું ચપળ, પીપળાના પાન જેવું ચંચળ અને સપની જીભ જેવું અસ્થિર સ્ત્રીઓનું મન કેણ જાણી શકે ?
આ પ્રમાણે તે વિચારી રહ્યો હતે તેવામાં ઉતાવળે આવેલા દ્વારપાલથી સૂચવાયેલ વિદર્ભ દેશનો દમયંતીએ દૂત તરીકે મેકલેલ પુષ્કરાક્ષ નામને મંત્રી શિબિરમાં નળ પાસે આવી પહોંચે એટલે “હે મંત્રી, આ બાજુ આવો, આ બાજુ આવો ” એ પ્રમાણે સ્વાગત કરીને નળે ભીમરાજના કુશળ સમાચાર પૂછયા. પુષ્કરાક્ષ મંત્રી પણ મિતીના સમૂહરૂપી પુથી વધાવીને, નમસ્કાર કરીને, અત્યંત ભકિતભાવપૂર્વક અંજલિ જોડીને બે કે-“હે સ્વામિન! કુંડિન પુરના સ્વામી ભીમરાજા સર્વ પ્રકારે કુશળ છે તેમ જાણે અને આપે તેના કુશળ સંબંધી સમાચાર પૂછ્યા તેથી તેમની કુશળતામાં આજે વિશેષ વૃદ્ધિ થઈ છે. સ્વયંવર પ્રસંગે આવેલા રાજાઓના સત્કારને માટે વ્યાકુળ ચિત્તવાળા બનેલા ભીમ રાજાની પુત્રી દમયંતીએ કામદેવ સરખા આપને સ્વયંવર માટે ઉત્સુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org