________________
દમયંતીએ કેશિની મારફત જણાવેલ જવાબ.
[ ૮૩]
અગ્નિદેવને વિષે શું તારું ચિત્ત રકત છે? કારણ કે ક્ષત્રિયોને તેજસ્વી વ્યક્તિઓ સિવાય અન્ય વ્યકિતમાં રુચિ થતી નથી. ધર્મ પ્રત્યે અસાધારણ નેહવાળ તને શું ધર્મરાજ પસંદ પડે છે? તે તારી પસંદગી પણ ઉચિત છે, કારણ કે તારામાં દાક્ષિણ્યપણું (બીજાનું કામ કરી આપવાની તત્પરતા) છે અને તે ધર્મરાજ( યમરાજ ) પણ દક્ષિણ દિશાને સ્વામી છે. અથવા તો તારા પ્રત્યે અપેનિશ સનેહભાવ દર્શાવનાર, સમુદ્રનો સ્વામી વરુણ તારે સ્વામી થાઓ !”
આ પ્રમાણે દેવોના ગુણગાન કરતાં નલને નહીં સહન કરતી દમયંતી, અત્યંત વિલક્ષભાવે તેને જોઈને, દીર્ધ નિવાસ નાખીને બોલી કે-“દયાપાત્ર વ્યકિત પરત્વે નિર્દય અને દોષ વિનાની વ્યક્તિમાં દેશે દર્શાવનાર તે ખરેખર યમરાજના દૂતપણાને સાબિત કરી બતાવ્યું છે, અર્થાત ખરેખર તું યમરાજને દૂત છે. તપેલા લેઢાની સેય સરખી તારી ઉછૂપલ વાણું મારા બંને કર્ણમાં પ્રવેશ કરીને મારા પ્રાણનો નાશ કરી રહી છે. હે વીર પુરુષ! કલ્પાંત કાળે માજા( મર્યાદા) મૂકતાં અને વિશ્વભરને ડુબાડતા મહાસાગરની માફક સ્વેચ્છાપૂર્વક બોલતાં તેને કોણ રોકી શકે ? ” આ પ્રમાણે દૂતને કહેવાનું કથન, પોતાની દાસી કેશિનીના કર્ણમાં જણાવીને દમયંતી, જાણે પોતે સાક્ષીભૂત હેય તેમ નીચું મુખ રાખીને રહી. કેશિનીએ પણ મધુર વાણીથી દૂતને જણાવ્યું કે
હે મહાબાહ! આપને દમયંતી મારા મારફત જે કહેવરાવે છે તે આપ સાંભળો. તત્વને સમજનાર દેવે શું પરસ્ત્રીને ઈ છે ખરા? એક પતિવ્રતવાળી હું, કામપીડિત તે લોકપાલોને કેવી રીતે સેવી શકું? આ પ્રમાણે પરસ્પર વિરોધી વચન તમે કેમ કહી રહ્યા છો? સજજન પુરુષોને સદા ઈષ્ટ એ ધર્મ જે ક્રોધે ભરાય તો વિ^વને પ્રલય કરે. સંગ્રામને વિષે સ્થિર રહેનાર, કલાઓમાં કુશલ, સેવકજને પ્રત્યે પ્રીતિવાળે, પવિત્ર કીર્તિથી ઉજવળ, સ્વભાવથી સરલ-નિષ્કપટી, શત્રુઓ પ્રત્યે યુગાંતકના અગ્નિ સમાન, સકલ પૃથ્વીમંડલનો ઇંદ્ર, લહમીરૂપી લતાના નૂતન અંકુર સમાન, વિશાળ બળવાળે, સૌભાગ્યના સાગર સદશ નળરાજા છે, જેથી પૂર્વે મેં તેને મારા સ્વામી તરીકે સ્વીકારે છે, મારા વચનથી તે રાજા આજે પોતાના દેશને ત્યાગ કરીને અહીં આવેલ છે. અને તથા પ્રકારનો સાર્વભોમ રાજવી નલ મારા પ્રત્યે અત્યંત પ્રીતિને ધારણ કરે છે. વળી મારા શરીર પર આ સર્વ જે આભૂષણે છે તે સર્વ તેના જ છે, તે પછી તેના પ્રત્યે બેવફા બનવું તે શું કુલાચાર હોઈ શકે? કૃષ્ણ પક્ષમાં ક્ષીણતાને પામેલ ચંદ્ર શુકલ પક્ષમાં પૂર્ણતાને પામે છે, કુહાડાથી છેદાવા છતાં કદલી( કેળ) ફરી ફરી ફલે છે, છિન્નભિન્ન કરાયેલે પારો પણ એકત્ર થઈ શકે છે–ભેગે થઈ જાય છે પરંતુ સિંહણની જેવી મારી જિહુવા બીજું કઈ પણ બોલી શકતી નથી અથતિ નલ સિવાય અન્ય કોઈને હું વરી શકું જ નહીં. એક થાંભલે બે મદોન્મત્ત હસ્તીઓ બાંધી શકાતા નથી, શુરવીર પુરુષના મ્યાનમાં બે તરવાર રહી શકતી નથી, આકાશમાં બે સૂર્યબિંબ હતા જ નથી અને મુખમાં બે જીભ હેઈ શકતી નથી, બંને તરફ મુખવાળી( અણીવાળી) સોય તંતુ(દેરા)ને પકડવાને શક્તિમાન થઈ શકતી નથી. શું કોઈ પણ વ્યક્તિ એકી જ સાથે બે માર્ગ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org