________________
[ ૧૫૪ ]
શ્રો દમયંતી ચરિત્ર : સ્ક્રેપ ૪ થા. સગ અગિયારમે.
નષ્ટ થાએ તેમજ આ વન પણ જલ્દી બળીને ભસ્મ થઇ જાય. કુલની મર્યાદા ( લગ્નજ્જા ) વિનાના હું, થાકી ગયેલી, સ્વામી પ્રત્યે વિશ્વાસુ, વનપ્રદેશમાં સૂતેલ, ડરપેાક અને એકલી એવી દમયંતીને, બલીષ્ઠ શિકારી પશુઓને ખલિ અપાતુ હોય તેમ ચ્છિન્ન ( એંઠા ) અન્નની માફક ફેંકી રહ્યો છું. ન રેકી શકાય એવા ભયંકર તેમજ ગાઢ શાક, માહ અને લજ્જાને કારણે આ ક્ષણુ ( સમય ) ખરેખર કઠિન છે, તે સમય આ દમયંતીને ત્યજી દઈને સુખપૂર્વક જલ્દી ચાલ્યા જવા માટે મને રજા આપશે કે કેમ ? તે હું જાણી શકતા નથી. અર્થાત્ આ સમય મારા માટે ખરેખર કટાકટીના છે. જ્યાં સુધી આ રાત્રિ પૂ ન થાય, જ્યાં સુધી હિંસક પ્રાણીએ દિશા અને વિદિશામાં હરીફરી રહ્યા છે ત્યાં સુધી, મારા સ્નેહને કારણે વિશ્વાસુ બનેલ અને વનપ્રદેશમાં સુતેલ દમયંતીનું, હું જવાને અત્યંત આતુર હાવા છતાં, રક્ષણુ કરું.
“ પેાતાની પત્નીનેા ત્યાગ કરનાર, કઠાર હૃદયવાળા અને વિશ્વાસઘાતી આ નલ છે, એમ ભલે સમસ્ત જનતા હમેશાં મારી નિંદા કરી. રાજ્યથી ભ્રષ્ટ, શ્વસુરગૃહે જવાને નહીં ઇચ્છતા, સુખને અભિાષિ તથા દમયંતીના ત્યાગ નહીં કરતા હું કાઇપણ રીતે સુખી (વસ્થ ) નહીં ખનું અર્થાત્ હવે તે દમયંતીના ત્યાગ કરવાથી જ હું સુખપૂર્ણાંક વિચરી શકીશ. ” પ્રિયાના વિયેાગજન્ય પીડાના હજારા કિરણેાથી બ્યામ, બલવાન કલિની ક્રીટા યુક્ત, તેમજ બંને બાજુ હીંચકા( ઝેલાં) ખાતા મનને ધારણ કરતા અને પ્રોઢ પ્રતાપવાળા નલરાજાએ, જવા-આવવાવš તે વનપ્રદેશને રાજમાર્ગ જેવા બનાવ્યે અર્થાત આ પ્રમાણે મનમાં વારવાર વિચારણા કરતા નલ ઘડીકમાં જરા દૂર જતા તા વળી પાછા ફરતા. આમ વારવાર જવા-આવવાથી વનપ્રદેશના તે એકાંત માર્ગ જાણે ઘણી જ અવરજવરવાળા રાજમાર્ગ બની ગયા હૈાય તેમ જણાવા લાગ્યા.
“ હે ભાઈ આમ્રવૃક્ષ ! હે મિત્ર કબ વૃક્ષ ! હું પુત્ર સરખા પ્રિયાલ વૃક્ષ ! ફળ, પુષ્પ અને પાંદડાંવાળા તમારી પાસે આ દમયંતીનેા હું ત્યાગ કરું છું તેા ન રોકી શકાય તેવા પતિવિરહરૂપી વજ્રપાતથી તેણીને જ્યારે મૂર્છા આવે ત્યારે તમારે તથાપ્રકારે તેના પર છાયા વિસ્તારવી કે જેથી તે પુન: ચૈતન્ય પ્રાપ્ત કરે. વળી ઊંચા અને શિખરાવાળા પર્વતા, તમે જગતને વિષે રહેલા છે અને તમે પક્ષછેદનનુ ( પાંખ કપાવાનું) દુ:ખ સહન કર્યું છે તેા હવે બંને પક્ષ( શ્વસુરગૃહ તેમજ
.
# કહેવાય છે કે પતાને પહેલાં પાંખા હતી તેથી તેએ ગમે ત્યાં ઊડી શકતા, ઇંદ્રે તેમની પાંખા વજ્રથી છેદી નાખી અને તેઓને સ્થિર કર્યાં. આ રીતે પાંખ છેદવાથી જે દુઃખ થયું તે પતાએ સહન કર્યુ. અર્થાત્ પાંખ છેદવાથી શું અને કેવા પ્રકારનું દુ:ખ થાય છે તે તેના અનુભવમાં આવ્યું' તેવું જ દુઃખ દમયતીતે થશે, માટે તેનું રક્ષણ કરવા ભલામણુ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org