________________
દમયંતીને અજગરનું ગળી જવું.
[ ૧૭૧]
બનેલે ચંદ્ર વૃદ્ધિ પામે છે, સજજન પુરુષોને જ વિપત્તિ તેમજ સંપત્તિ પ્રાપ્ત થાય છે તે હવે વધારે વિચાર કરવાથી શું ? નલરાજા સુખી રહે, પૂજ્ય કુળદેવીઓ તેમની રક્ષા કરો, મારા મનમાં ધીરજ છે અને મારા બંધુ અનુકૂળ છે એટલે મારું ભવિષ્ય સર્વ પ્રકારે પરિણામે સુંદર છે.
બાદ તે વનપ્રદેશમાં સ્વામીની ચિંતારૂપી કર્ણને, માર્ગના એકધારા થાકને લીધે બેવડા કણરૂપે વહન કરતી-સહન કરતી, હરણ જેવા નેત્રવાળી અને વિકાર રહિત દમયંતીએ પર્વતની તલાટીમાં રહેલ વૃક્ષની નીચે ક્ષણમાત્ર નિદ્રા લીધી.
AહeeeeeSF@@@@@@ આ સર્ગ ચેાથ.
PeeeeeSF@@@@@@ [અજગરનું દમયંતીને ગળી જવું ભલે કરેલ બચાવ: ભીલની કામાસક્તદશા]
nxwez XK+xXX* Dtx(મ)t Xers
પર્વતવાળા તે મહાવનને વિષે સૂતેલી દમયંતીના મસ્તકપ્રદેશ પરથી સૂર્યGS 19txe નrx-નાક- ભગવાન આકાશના મધ્ય ભાગને ઉલ્લંઘીને નીચે નમવા લાગ્યા–સૂર્યાસ્ત થવાની તૈયારી થઈ. સૂર્યના પ્રકાશને પ્રતાપહીન જાણીને હિંસક . પશુઓ ચોરની માફક તે સમયે વેચ્છાપૂર્વક વિચારવા લાગ્યા. તે સમયે રાહુ જેમ ચંદ્રની કલાને અને મોટો મત્સ્ય કમલિનીને ગળી જાય તેમ કેઈએક અજગર દમયંતીને જલદી ગળી ગયે. જેમ સાણસાવડે અગ્નિમાંથી બહાર કાઢેલી સોનાની પૂતળી શેભી ઊઠે તેમ તે અજગરના મુખના મધ્યભાગમાં રહેલી અને વિહવળ બનેલી દમયંતી અત્યંત શોભી ઊઠી. તે અજગરવડે નાભિ પર્યન્ત ગળાયેલી, જાગૃત બનેલી, ભયભીત બનીને હાહારવપૂર્વક રુદન કરતી દમયંતી જલદી તેના મુખભાગમાંથી બહાર નીકળવા માટે ઈચ્છા કરવા લાગી. જેવી રીતે હાથણ કાદવમાંથી બહાર ન નીકળી શકે તેમ દમયંતીને પકડવાથી વિશાળ બનેલ તે અજગરના મુખરૂપી ગુફાના મધ્યભાગમાંથી દમયંતી બહાર નીકળી ન શકી. અજગરના ઉદરમાં ઉગ્ર લાળથી લેપાયેલા અંગવાળી દમયંતી, જાણે સાક્ષાત અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં રહેલી હોય તેમ વિચારવા લાગી. નગર સરખા અજગરના મુખમાં ગળા સુધી તેણીનું શરીર જલ્દી ડૂબી જવાથી ફક્ત તેનું મુખ જ દેખાતું હતું એટલે જેના પ્રાણ કંઠે આવી ગયા છે તેવી દમયંતી, મૃત્યુને નજીક આવેલું જાણીને “મને ધર્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org