________________
[ ૭૬ ]
શ્રી દમયતી ચરિત્ર : કધ ૨ . સ દસમે.
ન
પરિચય આપવામાં શા માટે કૃપણુતા દાખવેા છે ? તમારા મને ચરણુ શિરીષપુષ્પની જેવા કામળ છે, જ્યારે મન નિર્દય જણાય છે, કારણ કે હજી પણ ત્યાંસુધી તમે મને પીડા આપવા માગેા છે ? હમણા કયા દેશમાં અંધકાર વ્યાપી ગયા છે ? અને કા સ્થળે ચદ્રોદય થવાના છે ? કારણ કે જે સ્થળથી તમે નીકળ્યા છે ત્યાં અંધકાર થયે હશે અને જ્યાં તમે જવાના છે ત્યાં ચંદ્રોદ્યય થવાના છે. ખરેખર તે અક્ષરાને ધન્ય છે કે જે અક્ષરાથી તમારું નામ રચાયું છે, તેા તે સાંભળીને આ સમયે કાને કૌતુક ન હાય? અર્થાત્ આપનું નામ સંભળાવા મને નિમિત્તો તા સૂચવી રહ્યા છે, પરન્તુ મારા ભાગ્યના નિણૅય થતા નથી, કારણ કે તમે આ સ્થળે કાના અતિથિ છે ? અથવા તેા આવા વ્યર્થ મનસૂખાથી શું ? આ વિષમ સ્થાનમાં આપે જે પ્રવેશ કર્યો છે તે શું આપે મળતા અગ્નિને ઓળ ંગ્યા નથી ? એક બાજુ આવું સાહસ ને બીજી માજી તમારી શાંત આકૃતિ તા આ પ્રયાસનું ફળ શુ? ખરેખર આ વિષયમાં મારું મન ભ્રાન્ત બન્યું છે. પુરુષ નામધારી બાળકોને પણ આ સ્થાન અગાચર છે, તેા હું માનું છું કે તમે અમારા મહાન પુણ્યાદયને લીધે આવ્યા હૈ। તેમ જણાય છે કારણ કે હું કામદેવ સમાન સૌદર્ય શાળી! તીક્ષ્ણ શસ્ત્રવાળા રક્ષકાએ પાતાના નેત્રાથી તમને કેમ ન જોયા ? સ્વર્ગ, મૃત્યુ ને પાતાલ-એ ત્રણ લેાક પૈકી તે જ લેાક ખરેખર ધન્યવાદને પાત્ર છે કે જેમાં તમારા જન્મ થયા છે. વળી દેવ, દાનવ, મનુષ્ય અને ભવનપતિ પૈકી તે જ જાતિ શ્રેષ્ઠ છે કે જાતિમાં આપ જન્મ્યા છે. જે સૂર્ય છે તે તમારા સંપૂર્ણ પ્રતાપ છે તેથી તે ઉષ્ણુ છે, તમારી દેહકાંતિ ચાક્કસ કામદેવ સ્વરૂપ છે, તેથી જ કામદેવ અનગ બની ગયા છે, જે ચદ્ર છે તે તમારા અંશના રાશિ છે અને તેથી જ તે ઉજ્જવળ છે, ખરેખર તમે ભુવનને વિષે દેવાના પણ દેવ છે.” આ પ્રમાણે દમયંતીએ પહેલા તેને નળ તરીકે જાણીને અને પછી તેના પ્રભાવથી દેવ તરીકે શંકા કરીને લાગણીવશપણાથી મીષ્ટ વાણીથી વારંવાર ઘણુ કહ્યુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org