________________
[ ૮૦ ]
શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૨ જે. સર્ગ બારમે.
કરતાં નળે જવાબ આપે-“હે સુંદરી ! આ તારે કઈ જાતનો કદાગ્રહ છે? મારા નામ અને વંશ સંબંધી પૃચ્છા નકામી છે સજન પુરુષોને પોતાના મુખથી પિતાનું નામ ઉચ્ચારવું તે માટે નિષેધ કરે છે, તેથી તે પ્રણાલિકાને ભંગ કરવામાં ભીરુ હું મારું નામ કહેવાને અશક્ત છું પરંતુ હે મુગ્ધા ! તારા આગ્રહથી હું કંઈક કહીશ કે-હું ચંદ્ર વંશને છું.
આ પ્રમાણે કહેવાયેલી અને તેટલા ખુલાસા માત્રથી સંપૂર્ણ મારથ વિનાની દમયંતી, જાણે ખિન્ન બની હોય તેમ મસ્તક પ્રજાવતી કંઈક બોલી ક-સાંભળવાથી ઈચ્છાવાળી વ્યક્તિને જે અર્ધકથા કહેવામાં આવે છે તે પાણી પીતી વ્યક્તિની વચમાંથી જ જળધારા અટકાવવા જેવું છે. પિતાના વંશનો નિર્દેશ કરીને અને નામને છુપાવતા તમે અધું છેતરવાનું કાર્ય કોની પાસેથી શીખ્યા? જેમ વર્ષાઋતુમાં ઘડીક દેખાતા ને ઘડીક ન દેખાતા ચંદ્રવડે જેમ ચકર(ચક્રવાક) છેતરાય તેમ તમારાથી મારા જેવી ભેળી વ્યક્તિ ખેદ પમાડાય છે. હે દેવદૂત! કોઈક સ્થળે ગૂઢ, કોઈક સ્થળે સ્પણ, હુસ્તર અને મુશ્કેલીથી અવગાહન કરી શકાય તેવી સરસ્વતી વિદ્યા) સરખી તમારી વાણું છે, તે મારે તમને સ્પષ્ટ જવાબ ન આપવો જોઈએ, કારણ કે કુલીન બાળાઓને પરપુરુષ સાથે સંભાષણ કરવું વ્યાજબી નથી.
આ પ્રમાણે બોલીને શીધ્ર અટકી ગયેલી તેમજ મોન રહેલી તેને જોઈને ઉચિત વાણીથી નળ બે કે-“હે સુંદરી | તું મને જે જે પૂછીશ તેનો સ્પષ્ટ જવાબ તને આપીશ, કારણ કે વાણુથી જીવનારા દૂતની બેલવાથી જ કાર્યસિદ્ધિ થાય છે. ફક્ત લીલાવડે જ આ કાર્યમાં તું વિલંબ કરતી જણાય છે, પણ મારી રાહ જોઈ રહેલ ઇંદ્ર કયાં સુધી ભૂમિ પર રહેશે? પિતાના હજારો નેત્રોથી મારા માર્ગને ભગવાન ઇંદ્ર જોઈ રહેલ છે, મારા વિલંબને ધિક્કાર છે !
આ પ્રમાણે પશ્ચાત્તાપપૂર્વક અને નિ:શ્વાસ યુક્ત નળ છે ત્યારે પિતાની અપ્રિયતાને નહીં જણાવા દેતી દમયંતી જરી વિનયપૂર્વક બોલી કેકાણું એવો મૂખ કે પંડિત પુરુષ હોય કે જે મહાન ઓજસ્વી ને રાહ જોતાં દિકપાલેના વિનયનું ઉલંઘન કરે ? પૂજ્ય એવા તે દિકપાલને હમેશાં ત્રણ પ્રકારે મન, વચન ને કાયાથી નમસકાર હે ! હે દૂત ! તમને જે બેટું લગાડયું હોય તે સંબંધી પાપ મિથ્યા થાઓ ! કપાલે સંબંધી તમારી વાત સાંભળીને મેં જે ઉત્તર નથી આથે તેમાં તેના પ્રત્યેના તિરસ્કારનું કંઈ પણ કારણ નથી, પણ આ વિષયમાં શું કરવું તેવી મારી કિં કર્તવ્ય મૂઢતા જ કારણભૂત છે. જેમ હંસે કાકડીના વેલાનું સેવન કરતા નથી તેમ દેવાંગના સાથે ક્રીડારત દેવો શું કદી પણ માનવી સ્ત્રીનું સેવન કરે ? દેવો તથા મનુષ્યનું બળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org