________________
શ્રી દમયંતી ચરિત્ર : સ્કેપ ૨ જે. સર્ગ પાંચમે.
પણ પાસે યાચના કરી નથી તે તું તારી પત્ની તરીકે દમયંતી પ્રત્યેનો મોહ તજી દે અને તારા અંત:કરણમાં તારી કીતિને વિચાર કર કે જે કપાંત કાળ સુધી રહેવા છતાં અવિનશ્વર રહેવાની છે. જે તારા દૂત તરીકે જવા છતાં પણ અમારું કાર્ય સિદ્ધ થશે નહીં તે પિતાની ફરજ બજાવનાર એવા તારે તેમાં શું દોષ?”
પછી યમરાજ બેલ્યા કે “હે અગ્નિ દેવ! તમે એવો વિચાર ન કરે. આ શ્રીમાન નળરાજા પોતાના કાર્યમાં સફળ જ બને છે. હે નળ! તારા નામ-માત્રથી કાર્ય. સિદ્ધિ થાય છે તો જ્યારે તે પોતે જ કાર્ય કરનાર બને ત્યારે તે કાર્ય સિદ્ધ કેમ ન થાય? હે રાજેન્દ્ર ! તું જા, દુષ્ટ ભાવનો ત્યાગ કર, મહિને એક કર અને અંતઃકરણમાં કીર્તિરૂપી કાંતાને અંગીકાર–સ્થાપન કર. આ શ્વાસ(જીવન) ચંચળ છે, જે ક્ષણમાત્રમાં સેંકડો વાર આવે છે અને જાય છે. પ્રાણુઓનું જીવિત ધર્મને આધીન રહેવાથી ધર્મનું આચરણ કરવામાં કે ઘડીભરનો વિલંબ કરે? યાચકથી યાચના કરાતે પ્રાણુ જે પરગમુખ બને, દેતાં વિલંબ કરે, હર્ષિત ન બને તે તે પ્રાણ સમગ્ર કલંકનું સ્થાન બને છે, જ્યારે ચંદ્રને વિષે તો માત્ર એક જ મૃગ કલંકરૂપે છે, માટે ઊઠ, જલ્દી કર, દેવવચનની ઉપેક્ષા ન કર. વધારે કહેવા માત્રથી શું? દમયંતી પાસે જતાં તને ઇચ્છિત અંતયનની સિદ્ધિ પ્રાપ્ત થાઓ ! અદશ્ય થવાની શકિત મળવાથી તેને કોઈ જોઈ શકશે નહીં.”
આ પ્રમાણે કથન કરવામાં કુશળ તે બધા લેકપાલવડે સૂચન કરાયેલ અને અદશ્ય થવાની વિદ્યા મેળવેલા નળ, ઈંદ્રને પ્રણામ કરીને, દમયંતી પ્રત્યેના પ્રગાઢ પ્રેમરસને ભ્રષ્ટ કરવામાં ડૂતરૂપ બનતા તેણે બળાત્કારે મુકાયેલા હતકાર્યના ભારને સ્વીકાર્યો અર્થાત તે લોકપાલોનું દૂતપણું કરવાનું અંગીકાર કર્યું. બાદ ઇંદ્ર લેપાલે તેમજ પિતાના કિંકરગણની સાથે અંતર્ધાન થઈ ગયા અને ચિંતાને કારણે જેને આનંદ હરાઈ ગયો છે તેવો નળ પણ પિતાને સેન્ય-શિબિરમાં આવી પહં.
'રામ -... :--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org