________________
[૪૦]
શ્રી દમયંતી ચરિત્રઃ સ્કંધ ૧ લે. સર્ગ બારમે.
હંસને લેશ માત્ર પણ ભય નથી. જેની સાથેના યુદ્ધમાં મનુષ્ય તેમજ રાક્ષસો પણ ટકી શકતા નથી તેને તૃણ માત્ર પણ પરાભવ કરવાને કોણ શક્તિશાળી બને ? તે પૃથ્વી પતિ નળરાજાને એટલે તે ચતુર પુરુષને હું પ્રેમપાત્ર સેવક છું. દરેક દિશાઓમાં બનતી બીનાને જણાવનારો હું પક્ષીરાજ છું. તેના ક્રીડેઘાનમાં સરોવરના કિનારા પર વિધવિધ કાર્યોમાં ઉપગી નીવડે તેવા મારા જેવા કરોડે હસો છે. તેમાંના કેટલાક રતિક્રીડાના પ્રસંગે પિતાની પાંખેથી પવન નાંખે છે અને કેટલાક કમળના પાંદડાઓની તેઓને માટે સુકુમાર શયા તૈયાર કરે છે. બીજા કેટલાક તેની અર્ધાંગનાઓને વિવિધ પ્રકારના ગતિવિલાસ શીખવાડે છે અને બીજા કેટલાક રતિક્રીડા પ્રસંગે તેઓની પાસે રહે છે. તે રાજાની સ્ત્રીઓ અમારી સાથે સ્વતંત્રતાપૂર્વક વાર્તાલાપ કરે છે. અમને તિર્યંચને શરમ શી ? અને તિયથી શરમાય પણ કેણું ? પ્રસન્ન થએલ સરસ્વતી દેવીએ તેમના વિમાનરૂપ અને સકળ શાસ્ત્રોમાં વિચક્ષણ અને તેની સેવામાં સંખ્યા છે. અમે હંસે સામાન્ય મનુષ્યને જેતા પણ નથી અને મંદ બુદ્ધિવાળા લેકની નજરે પણ ચઢતા નથી. હે દમયંતી ! તું સર્વ કુમારિકાઓની મધ્યે મુગટ-શિરોમણિ તુલ્ય છે. હે ચતુરા ! તું ભીમ રાજાની પુત્રી સામાન્ય વ્યક્તિ નથી અને એટલા જ ખાતર હું તારા વનમાં આવ્યો છું અને તારી નજરે પડ્યો છું તારી સાથે વાતોલાપ કરવા માટે જ સહીયરોને મેં તારાથી અળગી કરી છે–વિખૂટી પાડી છે. વિષમ-અનુચિત-અગ્ય એવી ગેઝી કરવી નહિ અને મેગ્ય ગેછી કરવાનો સમય કદી ત્યાગ નહિ. જે પહેલી ક્રિયા કરવામાં આવે તે પ્રાણનું હરણ કરે છે અને બીજીને જે ત્યાગ કરવામાં આવે તે પ્રાણેનો નાશ થાય છેઅર્થાત્
ગ્ય વાર્તાલાપ કરે હિતાવહ છે. હે મંગળકારિણી ! તું સમગ્ર શાસ્ત્રોમાં પંડિતા છે માટે કંઈ પણ સુભાષિત કહે-બેલ. હે કુશ ઉદરવાળી! તું પોતે મને પૂછવું ઘટે તે કંઈ પણ પૂછ. હે કમળાંગી ! મારી પાછળ લાંબા વખત સુધી દેડતી તને મેં થકવી નાખી છે તેના બદલામાં હું તારું શું કલ્યાણ કરું ?” આ પ્રમાણે હંસના વચનરૂપી અમૃતનું પાન કરીને દમયંતીનું મન હર્ષ, શરમ, ભય તેમજ મહાદિથી વ્યાપ્ત બન્યું. પછી કમળ જેવા નયનવાળી તે વિચારવા લાગી કે “આજે મારે સેનાને સુરજ ઊગે છે–ખરેખર સદ્દભાગ્યને લીધે મારો આજનો દિવસ ધન્ય છે, કારણ કે મારી હાદિક ઈચ્છાને સમજનાર પ્રિય સેવક મને પ્રાપ્ત થયે. પરંતુ હું આ વિચક્ષણ પક્ષીને કંઈ કહેવાને સમર્થ થઈ શકતી નથી. હું મારો મનોરથ આ હંસને કેવી રીતે કહી બતાવું? વળી અસ્પષ્ટ બોલનાર આ હંસની આવી મનુષ્યવાણી ક્યાંથી હોઈ શકે ? મારા ભાગ્યને કારણે આ કોઈ દેવ કે દાનવ તે નહીં હોય ને ? પક્ષીએમાં પણ કઈ કઈ જાતના પક્ષીમાં અક્ષરેનું સ્પષ્ટ ઉચ્ચારણ જણાય છે, કારણ કે પોપટ અને સારિકા-મેના શું દરેક સ્થળે બેલતા નથી જેવાતા ? અર્થાત પક્ષીગણમાં પિપટ અને મેના પણ સસ્પષ્ટ ઉચાર કરી શકે છે. હે નળરાજ ! તું વિજય પામ કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org