Book Title: Chandrashekhar Rajano Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Vadachouta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 10
________________ સુરસુંદરીનો રાસ તો પોતે પંન્યાસ થયા તે અગાઉ વિ.સ. ૧૮૫૭ માં જ રચ્યો હતો. રાજનગરમાં તપાગચ્છનું પ્રતિનિધિત્વ જાળવવા માટે પાછળના ઘણા વર્ષો તેઓએ અમદાવાદમાં જ સ્થિરતા કરી અને તે અરસામાં સ્થાનકવાસીઓ સાથેના વાદમાં શાસ્ત્રપાઠો દ્વારા મૂર્તિ પૂજાને સિધ્ધ કરી સ્થાનક વાસીઓને પરાસ્ત કર્યાં હતા. પ્રારંભમાં ડેલાના ઉપાશ્રયે, લવારની પોળના ઉપાશ્રયે તથા તે પછી ભટ્ટીની બારીના ઉપાશ્રયે રહ્યા. તે વીર વિજયજીના ઉપાશ્રય તરીકે અત્યારે ઓળખાય છે. ૭૯ વર્ષનું દીર્ધ આયુષ્ય તથા ૦ વર્ષના દીક્ષા પયામાં સ્તુતિ-સ્તવન-સઝાય-ઢાળીયા-રાસ વગેરેની નિરંતર રચના કરતા તેઓ યશસ્વી જીવન જીવી ગયા. વિ.સ. ૧૯૦૮ માં ભાવ-૩ ના જ્યારે તેઓ કાળ ધર્મ પામ્યા ત્યારે આખા અમદાવાદમાં પાણી પાળવામાં આવી હતી. તેમના સાંનિધ્યમાં થયેલા અનેક કાર્યોમાં પાલિતાણા-શત્રુંજય ગિરિરાજ ઉપર મોતીશાશેઠની ટૂંકમાં ૫000 પ્રતિમાજીઓની ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ તથા શેઠ હઠીભાઈની વાડીમાં નૂતન મહાપ્રાસાદમાં ઉજવાયેલો ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ એ બે ખરેખર શિરમોર સમા હતા. વિપુલ સાહિત્ય સર્જન - પોતે રચેલી દરેકે દરેક કૃતિઓ તે નાની હોય કે મોટી હોય તેમાં છેલ્લે કરવામાં આવતા કતના ઉલ્લેખમાં પોતાના નામ સાથે પોતાના ગુરુનું નામ પણ જોડી ‘શુભવીર' તરીકે ઉલ્લેખ કર્યો છે. આ તેઓની ગુરુ પ્રત્યેની અપૂર્વ ભકિત અને સમર્પણ ભાવનાપ્રતિકરૂપ છે. તેઓની રચનાઓ એટલી બધી મળે છે કે જે જોતાં આપણને આશ્ચર્ય થાય અને વિચાર પણ આવે કે આ બધી કૃતિઓને જોઈને કાગળમાં લખવાની હોય તોય મુશ્કેલ બને તો તેમણે આની રચના કઈ રીતે કરી હશે? વર્તમાનમાં ભણાવવામાં આવતી પૂજાઓમાં મોટા ભાગની પૂજા તેઓએ રચેલી જ ભણાવાય છે. જેવી કે ચોસઠ પ્રકારી પૂજા, પંચ કલ્યાણક પૂજા, નવ્વાણું પ્રકારી પૂજા, બાર વ્રતની પૂજા, ૪૫ આગમની પૂજા, અષ્ટ પ્રકારી પૂજા વગેરે. વળી નાના ગામડાથી લઈ મોટા શહેરો સુધી દરેક જગ્યાએ સવારે જે સ્નાત્ર પૂજા સરર શાન્ત સુઘારરર થી શરૂ થઈ “ઘર ઘર હર્ષ વધાઈ પર્યન્ત ભણાવવામાં આવે છે. જેમાં મેરુ શિખર ઉપર ૪ ઈન્દ્રોએ કરેલા જન્માભિષેક પ્રસંગનું આબેહૂબ વર્ણન છે. તે તથા પાર્થ પંચ કલ્યાણક પૂજા આ બે તેમની મહા સૌભાગ્યવંતી કૃતિઓ છે. અમારા પૂજ્ય પરમ ગુરુ ભગવંત આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ એવું કહેતા કે - પંચ કલ્યાણકની આખી પૂજામાં મંગલમય શબ્દો જ આવે છે. ભગવાનની દીક્ષા વખતના વર્ણનમાં પિયા ખીણ ખીણ રોવે' એવા શબ્દ આવી ગયા છે તો આગળ ઉપર “પ્રભાવતી હર્ષ ભરાણી’ એ શબ્દો મૂકી તેનું વારણ કરી દેવામાં આવેલ છે. એટલે આ પૂજા મહામંગલ સ્વરૂપ છે. દરેક મહોત્સવમાં બીજી પૂજા હોય કે ન હોય પણ આ પંચ કલ્યાણકની પૂજા તો અવશ્ય હોય જ. અમદાવાદમાં સ્થિરતા દરમ્યાન ઘણા ભાવિકો આ પૂજાના રસિયા થઈ ગયા હતા. તેઓ પૂજ્યશ્રી પોતે બનાવેલી પૂજાઓ મધુર કંઠે એવા લહેકાથી ગાતા-ગવરાવતા કે સાંભળનારા સાચે જ ભકિતના પૂરમાં તણાવા માંડતા. તે વખતે કોઈ દિવ્ય વાતાવરણ સર્જાઈ જતું. તેમના મુખેથી ગવાતી પૂજાઓ સાંભળવી એ તે વખતે જીવનનો મોટો લ્હાવો ગણાતો. તેઓએ ગુજરાતીમાં રચેલી પૂજાઓ, સ્તવનો, સઝાયો. સ્તુતિઓ અને રાસો જોઈને તેઓની વિદ્વત્તા વિષે રખે કોઈ શંકા લાવી તેમને અન્યાય કરી બેસે. તેમનું શાસ્ત્રીય અને આગમિક વૈદુષ્ય પણ એવું જ અપ્રતિમ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 586