Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 11
________________ બોધિચર્યાવતાર “રઘુવંશ'ના બીજા સર્ગમાંથી પચીસ ત્રીસ કે મોઢે કર્યા. પણ એટલાથી સંસ્કૃતિનું જ્ઞાન કેટલું મળે? બાકી, મરાઠી વાચન સતત ચાલુ હતું. જ્ઞાનેશ્વરી, મોરોપંતનું ભાગવત, આગરકરના નિબંધ, વર્તમાનપત્ર, માસિકની વાર્તાઓ વગેરે જે કંઈ મળી આવે તે વાંચવું એ તેમને ક્રમ હતે. એ કાળે આત્મોન્નતિ માટે આ સિવાય બીજું કશું સાધન નહોતું. આખરે આ સ્થિતિથી થાકીને અને સંસ્કૃત શીખવાના ઉદ્દેશથી 1894 માં ધર્માનંદજી કોલ્હાપુર ગયા. ત્યાં તે મહાલક્ષ્મીના મંદિરમાં ઊતર્યા. પરંતુ વૃદ્ધ પિતાજી ખૂબ યાદ આવવા લાગ્યા. ભિક્ષા માગીને ગુજરાન ચલાવવા જેટલી તેમની હિંમત ન ચાલી. અંતે ગાંઠે હતા તે પૈસા ખૂટ્યા એ પહેલાં જ તે કેલ્હાપુર છોડી મડગાંવ પાછા ફર્યા. આ તરફ આઠ દસ દિવસ સુધી તેમની કશી ભાળ ન લાગવાથી તેમના પિતાજી પણ મડગાંવ આવ્યા હતા. પિતાજીએ તેમને કહ્યું : “જો તું ફરી વેળા આમ ઘર છોડી જ રહીશ, તે તારી શેધ માટે મારે પણ આટલી વયે ઘર છોડી ભટકવું પડશે. આ વાતને વિચાર કરીને તેને ઠીક લાગે તેમ કર.” ધર્માનંદજીએ ત્યારથી ઘર છેડી જવાનો વિચાર તજી દીધો. પરંતુ થોડા વખત પછી પાછું એમનું મન મેળું પડયું; એટલે તે પાછા ઘર છોડીને ગોકર્ણ ચાલ્યા ગયા. ત્યાં અજાણ્યા પ્રદેશમાં નિર્વાહનું સાધન ન જડવાથી તે પાછા ઘેર આવ્યા; પણ તેમના મનની વ્યથા ઓછી ન થઈ. એક દિવસ તે. તે જંગલમાં જ બેસી રહ્યા અને પછી કોઈની પણ સાથે વાતચીત ન કરતાં એક ઓરડીમાં પુરાઈ રહેવા લાગ્યા. . થોડા વખત પછી તા. ૨૮મી ઓગસ્ટ ૧૮૯૮ને રોજ લકવાના ઉથલામાં તેમના પિતાજીનું એકાએક અવસાન થયું. ધર્માનંદજીની સ્થિતિ પણ તે વખતે જુદી જ હતી. દુનિયાના વ્યવહારમાં કેમે કર્યું ચિત્ત ચોંટે જ નહિ. આગલે વર્ષે ધર્માનંદજીએ “બાલબધ” નામના માસિકમાં ભગવાન બુદ્ધનું ચરિત્ર વાંચ્યું હતું. ત્યારથી જ બુદ્ધ ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85