________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોસંબીજી 23 મળતે ગયો. કોસંબીજી તે વખતે વિદ્યાપીઠ માટે અમુક પુસ્તક તૈયાર કરતા હતા. મરાઠીમાં લખે અને તેનો ગુજરાતી અનુવાદ પણ સાંભળે. હું તે લગભગ બધામાં સાક્ષી બનતો અને એમની પાસે શીખેલ અભિધમ " જેવા ગ્રંથને વર્ગ પણ લેત. 1925 સુધી આમ ચાલ્યું. ફરી 1927 થી ર૮ સુધીમાં તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે પણ આવો જ ક્રમ ચાલ્યા. કોસંબીજી શાસ્ત્રાભ્યાસી તે હતા જ. પણ તેમની ઇતિહાસ અને સંશોધનની દષ્ટિ બહુ સ્પષ્ટ હતી. વિશેષતા એમની એ હતી કે, તેઓ પિતાને સત્ય લાગે અને સમજાય એ વાત અપ્રિય હોય તેય મિત્રો કે બીજા મળનારને કહેતાં કદી ખમચાતા નહીં. તેથી કેટલીક વાર અને કેને વિરોધ પણ વહારતા. પણ દરેક જણ સમજી જતો કે કસબીજી છે ચેખા દિલના. એટલે પાછું અનુસંધાન થતાં વાર ન લાગતી. કોસંબીજને જે મળે તે તેમના પ્રત્યે આકર્ષાય. ગુજરાતમાં રહ્યા પછી કોસંબીજને મહારાષ્ટ્ર કરતાં જુદો જ અનુભવ થયો. તેઓ કહેતા કે, મહારાષ્ટ્ર હઠી અને દુરાગ્રહી છે, જ્યારે ગુજરાતમાં એવું તત્ત્વ ઘણું ઓછું છે. તેથી તેમણે ગુજરાતમાં અનેક વર્ગના અનેક મિત્રે મેળવ્યા. ફરી કોસંબીજને અને મારો મેળાપ કાશીમાં થયો. તેઓ છ માસ માટે હિંદુ યુનિવર્સિટીમાં આવી રહ્યા. પંડિત માલવિયાજી તેમને આગ્રહ કરી લાવેલ. પણ કોસંબીએ ત્યાં કોઈ વ્યવસ્થા ન જોઈ તેમની પાસે કોઈ શીખનાર જ નહીં. એક વાર તેમણે માલવિયાજી અને ધ્રુવજી એ બંનેની ખબર પણ લીધી. છેવટે મેં તે નકકી કર્યું કે, મારે એમને ઉપયોગ કરવો. ત્યાંના પુસ્તકાલયના એક ખંડમાં સિલેની, બરમી, સિયામી અને રોમન લિપિમાં મુદ્રિત બધા જ બૌદ્ધ પિટક-ગ્રંથે તેમની ટીકા સાથે સામે રાખ્યા. મેં એ ક્રમ રાખ્યો કે કે એક ગ્રંથ ન ભણતાં હું પૂછું તે ઉપર કોસંબીજી બૌદ્ધ મંતવ્ય કહે. મેં ઉમાસ્વાતિના તત્વાર્થને આધારે નિત્યનવા શાસ્ત્રીય પ્રશ્નો પૂછવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust