Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 27
________________ 22 બેધિચર્યાવતાર છીએ કે આચાર્ય વિનોબા એ ભાવનાને કેવી રીતે વિકસાવી રહ્યા છે તેમ જ કેવી રીતે જીવી બતાવે છે. આવી અનુકૂળ પરિસ્થિતિમાં પ્રસ્તુત લઘુ પુસ્તિકાનું મૂલ્ય વધારે અંકાશે એ નિઃશંક છે, અને તે રીતે “આત્મસિદ્ધિ” પછી આ પુસ્તકની પસંદગી સવેળાની છે. એમ તે શ્રી. મુકુલભાઈએ કસબીજીનું જીવનચરિત સંક્ષેપમાં જુદું આપ્યું છે. એમની “આપવીતી " અને બીજી સામગ્રીને આધારે એ ચરિત ટૂંકમાં પણ કોસંબીજી વિષે બધી જરૂરી માહિતી પૂરી પાડે છે. કોસંબાજીનું જીવન જે વાંચે તેને નિરાશા તો સ્પર્શી જ ન શકે. નિરાશા અને અંધકારના ઊંડા ખાડામાંથી સતત સ્વપ્રયને કસબીજી કેવી રીતે પ્રકાશના માર્ગ ઉપર આવ્યા અને અનેકેના ગુરુ બન્યા એનું ચિત્ર એમના સંક્ષિપ્ત જીવનચરિતમાંથી પણ અવગત થાય છે. એટલે તે વિષે અહીં મારે કાંઈ લંબાવવું નથી. તેમ છતાં, તેમની સાથે મારે જે અનેક વર્ષો લગી સતત પરિચય રહ્યો, તેમની પાસે મેં જે કાંઈ બૌદ્ધ શાસ્ત્રો વિષે મેળવ્યું, અને છેલ્લે ૧૯૪૬માં તેમના અનશનના સાક્ષી થવાનો પ્રસંગ આવ્યો, તે બાબત કાંઈક લખું તો તે વાચકને ઉપયોગી પણ થશે; અને એમના જીવન અંગે કેટલીક હજી લગી કદાચ અજ્ઞાત રહેલી બાબતો પ્રકાશમાં આવશે. ઈ. સ. ૧૯૧૭માં એમને ઘેર જ હું પૅનામાં કોસંબીજને પ્રથમ વાર મળે, જ્યારે કૃપલાનીજી પણ હતા. ચર્ચા અહિંસાથી શરૂ થઈ અને મારો ઘણું વખત પહેલાંથી બૌદ્ધ પિટક ગુરમુખથી શીખવાને સંસ્કાર જાગે. પણ એ વાત તે વખતે ત્યાં જ રહી. ૧૯૨૨માં કસબીજી ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ મંદિર ખાતે જોડાયા. મને આ તક મળી. મેં પણ ગૂજરાત વિદ્યાપીઠમાં રીતસર જોડાવાનું નક્કી કર્યું. હાથમાં લીધેલ કામ ઉપરાંત કસબીજી પાસે બૌદ્ધ ગ્રંથનું અધ્યયન શરૂ કર્યું. સાથે રહેવાનું, જમવાનું અને ફરવાનું હેવાથી કોસંબીજની અનેક વિષયસ્પર્શી વિવેદી પ્રતિભાને પણ લાભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85