________________ - - છે ! આ શાંતિદેવાચાય અને અધ્યાપક સંબીજ ર૫ અનુવાદનું કામ તેમના ઓળખીતાને આપ્યું પણ ખરું. પરંતુ મને લાગે છે કે આ બાબતમાં કોસંબાજી જ સાચા હતા. એ પુસ્તક એમ ને એમ પડી રહ્યું. અને છેવટે એને ગુજરાતી અનુવાદ ગુજરાતમાં પ્રથમ પ્રસિદ્ધ થયે; અને હિંદી અનુવાદ તે કેસંબીજના સ્વર્ગવાસ પછી જ. કાશી વિદ્યાપીઠ છોડી કોસબીજી મુંબઈના એક વિભાગ પરેલમાં બહુજન વિહારમાં પછાત જાતિને સંસ્કાર આપવા રહ્યા. જ્યારે તેમને એમ લાગ્યું કે, તેમની ગીતાની સમાલોચનાથી અમુક દાતાઓને માઠું લાગ્યું છે, ત્યારે તેમણે આપમેળે પરેલ છોડયું. પાછા અમદાવાદ અને સારનાથ આદિમાં રહી તેઓ મુંબઈ આવ્યા. પણ એમને એવો સંકલ્પ ઊો કે, હવે મારું જીવનકાર્ય મેં પૂરું કર્યું છે, ઉમર થઈ છે, વધારે કરવાનું રહ્યું નથી, તો પછી જીવન નકામું ગાળવું અને ઘડપણમાં બીજાઓની સેવા લેવી, એ આ મોંઘવારી અને ગરીબીના સમયમાં યોગ્ય નથી માટે આમરણાંત અનશન કરવું. અમે મિત્રે મુંબઈમાં એમને સમજાવવા મથતા કે, તમે હજી શક્ત છે; તમારી પાસે હજી ઘણું દેવા જેવું છે; અને તમારે સમગ્ર જીવનભાર અમે સહર્ષ વહીશું. તેમને અમારા બધા ઉપર વિશ્વાસ તે હતો. પણ પિતાના સંકલ્પથી શ્રુત થવા તેઓ તૈયાર ન હતા. તેઓ સંકલ્પના બચાવમાં જૈન પરંપરામાં જાણીતી મારણાંતિક સલ્લેખનાની વાત કરતા. અને તથાગત બુદ્ધનાં કથનમાંથી પણ ટેકે આપતા. પ્રથમ પ્રથમ કોસંબીજી જેનોની ઉગ્ર તપસ્યાના સખત વિરોધી હતા. છતાં આ વખતે તેઓ એટલું કહેતા કે, એવી મારણાંતિક તપસ્યાનું પણ જીવનમાં ક્યારેક સ્થાન છે જ. એમણે આવા વિચારથી પિતાને સંકલ્પ અડગ બનાવ્યો. ૧૯૪૬માં તેઓ અને હું ફરી કાશીમાં મળ્યા. હવે એ સંકલ્પ પાર પાડવાની ઘડી તેમને મન આવી લાગી હતી. દેશમાં રમખાણો અને જ્યાં ત્યાં મારકાપ ચાલતાં હતાં. એમનાથી આ દુઃખ સાંભળ્યું * પણ જતું નહીં. છેવટે અમે મિત્રો તેમના અડગ સંકલ્પને જોઈ મોળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust