________________ બેધિચર્યાવતાર માંડ્યા. અને કોસંબીજી તે પ્રશ્ન પરત્વે બૌદ્ધ પાલિ વાલ્મમાં કાંઈ છે કે નહીં, તથા હોય તે તે શું છે એ શોધી ઉત્તર આપવા લાગ્યા. ના વખતે કોસંબીજની અસાધારણ સ્મૃતિ અને પ્રજ્ઞાને મને પરિચય થ. પૂછું કે, જૈન નય અને નિક્ષેપના સ્થાનમાં બૌદ્ધ ગ્રંથોમાં શું છે? તે કોસંબીજી ડી વારમાં જ પ્રથમ મેઢેથી કહી દે કે આને ઉત્તર આવો છે અને અમુક ગ્રંથમાંથી મળશે. પછી તરત જ એ બૌદ્ધ ગ્રંથોના અંબારમાંથી કોઈ ને કોઈ ગ્રંથમાંથી મને પોતે કહેલ વાતને પુરાવો કાઢી આપે. મારા સહચારી ભાઈ ખુશાલદાસ તે પુરાવાનું સ્થાન લખી લે. આમ રોજ સવારે બે કલાક વિદ્યાવ્યાસંગ ચાલે. મારી ધારણ એ હતી કે કોસંબીજના બૌદ્ધ જ્ઞાન-ખજાનામાંથી મળે તેટલી વસ્તુ મેળવી, નેંધી લઈ, ક્યારેક જૈન અને બૌદ્ધ મંતવ્યને તુલનાત્મક અભ્યાસ રજૂ કરે અને સાથે સાથે વૈદિક નેની પણ યથાસંભવ તુલના કરવી. કસબીજીએ સામગ્રી એટલી ? બધી આપી હતી કે જે એ ગુમ થયેલ નોટ હજી પણ મળી આવે, તે તુલનાને મરય સિદ્ધ થાય. આમ છ માસના સહવાસ પછી કોસંબીજી જરાક દૂર ગયા. દૂર એટલે કાશી વિદ્યાપીઠત્યાં તેમણે “હિંદી સંસ્કૃતિ આણિ અહિંસા” એ પુસ્તક લખ્યું. જ્યારે તેઓ એ પુસ્તક લખતા હતા, ત્યારે પણ અમે બંને તે અવારનવાર મળતા જ. તેઓ પિતાનું લખવાનું અને - લખેલું મને મોઢે કહી જાય અને સંમતિ માગે. વળી ક્યારેક કહે કે, મારું આ પુસ્તક કોઈ પ્રગટ નહીં કરે, એટલું જ નહીં પણ કોઈ કંપોઝ સુધ્ધાં નહીં કરે. કારણમાં તેઓ કહેતા કે, વૈદિક, બૌદ્ધ અને જૈન એ બધાની તીવ્ર સમાલોચના એમાં કરી છે. અને જે કંપોઝીટર કે પ્રકાશક હશે તે પણ કોઈ ને કઈ ઉક્ત પરંપરામાંને હોઈ મારી વિરુદ્ધ જ જશે. પણ હું હંમેશાં કહેતો કે, એવું કાંઈ નથી. દરમ્યાન તેમના મિત્ર બાબુ શિવપ્રસાદ ગુપ્તા જેઓ પથારીવશ જ હતા, તેમણે કહેલું કે, એ પુસ્તક હું હિંદીમાં કરાવી પ્રસિદ્ધ કરીશ. તેમણે હિંદી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust