________________ બધિચર્યાવતાર રહી નથી શકાતું કે, કોસંબીજ ખરા અર્થમાં મહાયાની હતા અને જાણે કે શાંતદેવનું નવું સ્વરૂપ ન હોય! આવી કોઈ અકળ સમાનતાને લીધે જ કોસંબીજનું ધ્યાન “બેધિચર્યાવતાર' તરફ ગયેલું. અને તેમણે તેને મરાઠી ભાષામાં અનુવાદ ઈ. સ. ૧૯૦૯ના અરસામાં કરેલે. ત્યાર બાદ ઈ. સ. ૧૯૨૪ના અરસામાં કોસંબીજીએ “બોધિચર્યાવતારના કેટલાક શ્લેકે 'ગુજરાતી અનુવાદ સાથે “પુરાતત્વમાં પ્રસિદ્ધ કર્યા હતા. તે બ્લેક અનુવાદ સાથે આ પુસ્તિકામાં નવું સંસ્કરણ પામે છે. “પુરાતત્ત્વ” એ ત્રમાસિક હતું; વળી તે હાલ સૌને સુલભ પણ ન હોય. એટલે એ બ્લેક ગુજરાતી અનુવાદ સાથે લઘુ પુસ્તિકા રૂપે સૌને સુલભ થાય છે એ બહુ અગત્યનું છે. તે દૃષ્ટિએ ગૂજરાત વિદ્યાપીઠની સૂચનાથી શ્રી. મુકુલભાઈએ આ સંસ્કરણ તૈયાર કર્યું છે; અને તે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાળાના બીજા મણકા રૂપે પ્રસિદ્ધ થાય છે તે પણ યોગ્ય છે. શ્રીમદ્ પિતે આધ્યાત્મિક સાધક હતા. તેમને મન સગુણોની જ કિંમત હતી, અને તેમનું મન સંપ્રદાયથી પર હતું. એટલે તેમના નામ સાથે આવું એક લઘુ પણ નિત્યપાઠ્ય પુસ્તક ગૂજરાત વિદ્યાપીઠ પ્રસિદ્ધ કરે તે આવકારદાયક છે. હું એમ માનું છું કે, ધર્મની ઉત્તરોત્તર વધતી જતી વ્યાપક ભાવના સાથે આ પારમિતાએનો પૂરેપૂરો સુમેળ છે. વિન્ટનિત્રે શાંતિદેવ વિષે લખ્યું છે. તેમણે બધિચર્યાવતાર'ને લક્ષીને જે વર્ણન કર્યું છે, તે તેમના મન ઉપર શાંતિદેવ વિષે કેવી અસર થયેલી અને પુરાવો છે. આવા એક ગ્રંથનું સળંગ ભાષાંતર ગુજરાતીમાં હોય તે તે ઈચ્છવા જેવું છે; પણ એવો સમય આવે તે પહેલાં પ્રસ્તુત લઘુ પુસ્તિકા ગુજરાતી વાચકોને શાંતિદેવ તરફ આકર્ષિત કરશે એ નિઃશંક છે. 4. ggol A History of Indian Literature Vol. II P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust